ગુજરાતમાં અત્યાર સુધી ભાજપના પાંચ મુખ્યમંત્રી બદલાયા, આવા રહ્યાં છે રાજકીય પ્રવાહો

ગુજરાતના રાજકારણમાં એક રસપ્રદ બાબત એ પણ રહી છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ કોઈ પણ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી

ગુજરાતમાં અત્યાર સુધી ભાજપના પાંચ મુખ્યમંત્રી બદલાયા, આવા રહ્યાં છે રાજકીય પ્રવાહો
Gujarat five BJP chief ministers have changed in 22 years such are the political trends (File Photo)

ગુજરાત(Gujarat)માં ડિસેમ્બર 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2017 માં યોજાઈ હતી જેમાં ભાજપને(BJP)99 બેઠકો અને 50 ટકા મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના મતની ટકાવારીમાં એક ટકાનો વધારો થયો હતો પરંતુ 22 વર્ષ પછી તેની બેઠકો ઘટીને 100ની નીચે ગઈ હતી.

આ પૂર્વે ગુજરાતમાં ભાજપે 1995માં 121 બેઠકો જીતી હતી. તેની બાદ ભાજપને 1998 માં 117, 2002 માં 127, 2007 માં 117, 2012 માં 115 બેઠકો મળી. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે.

ગુજરાતના રાજકારણમાં એક રસપ્રદ બાબત એ પણ રહી છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ કોઈ પણ મુખ્યમંત્રી અહીં કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. નરેન્દ્ર  મોદી બાદ આનંદી બહેન  પટેલ અને ત્યારબાદ વિજય રૂપાણીએ રાજ્યની સત્તા સંભાળી હતી.

ગુજરાતે 23 વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા
1995 માં કેશુભાઈ પટેલ સાત મહિના માટે મુખ્યમંત્રી હતા.પરંતુ તે પછી સત્તા શંકરસિંહ વાઘેલાના હાથમાં ગઈ. કેશુભાઈ 4 માર્ચ 1998 ના રોજ ફરી મુખ્યમંત્રી બન્યા અને લગભગ સાડા ત્રણ વર્ષ એટલે કે 6 ઓક્ટોબર 2001 સુધી મુખ્યમંત્રી રહ્યા.કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001 ના રોજ મુખ્યમંત્રી બન્યા. તેઓ 22 મે 2014 સુધી આ પદ પર રહ્યા હતા.

તેમની બાદ આનંદી બહેન 7 ઓગસ્ટ 2016 થી બે વર્ષ અને ત્રણ મહિના માટે મુખ્યમંત્રી રહ્યા હતા.આનંદી બહેન પટેલના રાજીનામા બાદ વિજય રૂપાણીને રાજ્યની કમાન મળી. તેઓ ડિસેમ્બર 2017 સુધી મુખ્યમંત્રી રહ્યા પછી વિધાનસભાની ચૂંટણી પછી પણ તેવો ફરી વાર મુખ્યમંત્રી બન્યા હતા.

રૂપાણીએ બે વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું
રૂપાણીએ 7 ઓગસ્ટ 2016 ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેની બાદ વર્ષ 2017 માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બહુમતી મેળવીને સરકાર બનાવી. ભાજપે ગુજરાતમાં 182 માંથી 99 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી.

વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે રૂપાણી અને ઉપનેતા તરીકે નીતિન પટેલ ચૂંટાયા હતા. રૂપાણીએ 26 ડિસેમ્બર 2017ના રોજ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ગત મહિને રૂપાણીએ CM તરીકે 5 વર્ષ પૂર્ણ કર્યા. સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે હવે તેમને જે પણ જવાબદારી મળશે તે તે પૂરી ઈમાનદારીથી પૂરી કરશે. તેમણે કહ્યું કે સીએમ તરીકે તેમને ગુજરાતના લોકોનો ઘણો સ્નેહ અને ટેકો મળ્યો છે. તેમને રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની તક પણ મળી હતી.

આ  પણ વાંચો : Gujarat ના મુખ્યમંત્રી તરીકે પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં, જાણો તેમની રાજકીય સફર

આ  પણ વાંચો :Gujaratમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, તેમનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati