Ahmedabad: પરિણીતાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેઈલ કરી દુષ્કર્મ કરનારને પોલીસે સળીયા પાછળ ધકેલી દીધો

|

May 21, 2022 | 6:57 PM

મહત્વનું છે કે યુવક અપરણિત હતો જ્યારે યુવતી પરણિત હતી અને એક સંતાનની માતા પણ હતી ત્યારે લગ્નની લાલચ આપી હેરાન કરી અને બાદમાં યુવકે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Ahmedabad: પરિણીતાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેઈલ કરી દુષ્કર્મ કરનારને પોલીસે સળીયા પાછળ ધકેલી દીધો
Police arrested the accused

Follow us on

સોશિયલ મીડિયા થકી થયેલો પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા જોકે યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા ભાવિન ભાવસારનો પરિચય વર્ષ 2019 માં ભોગ બનનાર પરિણીતા સાથે થયો હતો. જે બાદ આરોપી યુવકે યુવતી ને મળવા બોલાવી હતી. જે બાદ આરોપી અવારનવાર સેટેલાઈટ વિસ્તારમાં પરિણીતાના ઘરે અવરજવર કરતો હતો અને તેને લગ્નની લાલચ આપી પરિણીતાના પતિ જ્યારે નોકરી પર હતા ત્યારે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં અવારનવાર તે ફોન કરીને પરિણીતાને હેરાન કરતો હતો.

આરોપી યુવક અવારનવાર યુવતીના ઘરે જઈને તેને હેરાન કરી પોતાની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. જે બાદ ફરીવાર આરોપી એ યુવતીને લગ્નની વાત કહીને મળવાનું જણાવ્યું હતું. યુવતીએ આરોપીને મળતા તેણે આરોપી સાથે શારીરિક સંબંધો બાંધવાનું કહેતા પરિણીતાએ ના પાડતા તેણે પોતાના પરિણીતા સાથેના સંબંધોની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપી હતી અને ફરીવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ અંતે યુવતી સાથે લગ્ન ન કરી અન્ય યુવતી સાથે હાલમાં જ સગાઈ કરી લીધી હતી. જે બાબતની જાણ પરિણીતાને થતાં તેણે પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ યુવતીના પતિએ આરોપીને ઘરે બોલવાનું કહેતા પરિણીતા એ આરોપીને પોતાના ઘરે બોલાવી પોલીસને ફોન કરી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ મામલે પોલીસે પુરાવાઓ એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે યુવક અપરણિત હતો જ્યારે યુવતી પરણિત હતી અને એક સંતાનની માતા પણ હતી ત્યારે લગ્નની લાલચ આપી હેરાન કરી અને બાદમાં યુવકે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ પરથી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Article