ટિકટોક થી ફેમસ કીર્તિ પટેલ વિવાદમાં, અમદાવાદમાં મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ દાખલ

|

Feb 25, 2022 | 4:48 PM

.કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે છતાં પણ તેણે ફરી એક વખત ગુનાને અંજામ આપતા સેટેલાઈટ પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ટિકટોક થી ફેમસ કીર્તિ પટેલ વિવાદમાં, અમદાવાદમાં મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ દાખલ
Kirti Patel (File Image )

Follow us on

સુરતની કીર્તિ પટેલ(Kirti Patel)  થોડા સમય પહેલા ટિકટોક થી ફેમસ થઈ હતી. સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી થઈ હતી.જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે તેવું કહેવુ ખોટું નથી.અમદાવાદના(Ahmedabad)  એસજી હાઇવે પર એક યુવતીને પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ(Police Complaint) નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદ માં રાણીપમાં રહેતી એક યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી.આ એજ કીર્તિ પટેલ છે હે પોતાને સ્ટાર સમજે છે .અગાઉ ની જેમ ફરી એક વાર તેનો વિવાદ સામે આવ્યો છે..રાણીપની યુવતી એસજી હાઇવે પર ચા પીવા ગઈ ત્યારે તેને પાઈપથી શરીરના અલગ અલગ ભાગો પર માર મારી ઇજાઓ પહોંચાડી હતી.સારવાર બાદ આ યુવતીએ ફરીયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતની કીર્તિ પટેલ  અચાનક આ યુવતી ને ગાળો બોલી

પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે ફરિયાદી કોમલ પંચાલ બ્યુટી પાર્લર ધરાવે છે.છ માસ પહેલા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન માં લાઈવ તેના મિત્રો સાથે હતા.ત્યારે અંદરોઅંદર વિડિયો દ્વારા વાતો કરતા હતા. તે સમયે ટિકટોક એપ્લિકેશનથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલ એ અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ને ગાળો આપી હતી.જે બાબતે ઝઘડો થયો હતો અને તે બાબતે યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.

ગાડીનો પાછળનો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ

ગત 21 ફેબ્રુઆરીના રોજ આ યુવતી તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી. તે દરમિયાન તે વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. જેથી આ યુવતી તેના ફ્લેટમાં નીચે તેની ગાડી જોવા જતી હતી. યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડી ના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું. બાદમાં આ યુવતી અને તેની મિત્ર ગાડીની ચાવી લઈને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબ ની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ ગઈ હતી.તે દરમિયાન સવારે ચારેક વાગ્યાની આસપાસ અચાનક તેની ગાડી નો ગાડી નો પાછળ નો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે

ત્યારે અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને કોઈ વસ્તુ નો ફટકો માર્યો હતો. ત્યારે યુવતીએ પાછળ વળીને જોતા સુરતની ટિકટોક થી ફેમસ થયેલી કીર્તિ પટેલ લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં આ કીર્તિ અને તેના સાગરીતોએ અમારા ગ્રુપની સામે પડી છે અને અમે જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે છતાં પણ તેણે ફરી એક વખત ગુનાને અંજામ આપતા સેટેલાઈટ પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?

આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવી આપવીતિ, અંતિમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થિની પરત ફરી

 

Next Article