AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાથી બચવા પૂર્વેની અસરકારક કામગીરી

|

Aug 06, 2021 | 10:26 AM

વરસાદી ઋતુમાં ડેનગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધે નહીં અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સિવિલ સુપ્રીનડેન્ટ દ્વારા સુચારૂ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાથી બચવા પૂર્વેની અસરકારક કામગીરી
Effective operation to prevent mosquito-borne waterborne epidemic at Ahmedabad Civil Hospital

Follow us on

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી અને દર્દીના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી અને વાહકજન્ય રોગો માથુ ન ઉચકે તે માટે સમયાંતરે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સધન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.વરસાદી ઋતુમાં ડેનગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધે નહીં અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સિવિલ સુપ્રીનડેન્ટ દ્વારા સુચારૂ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

સેનેટરી વિભાગની મહત્વની કામગીરી
સિવિલ હોસ્પિટલના સેનટરી ઇન્સ્પેક્ટર જૈમિન બારોટે આ વિશે જણાવ્યું કે સેનટરી વિભાગ દ્વારા હંગામી મચ્છર ઉત્પત્તિ થતા સ્થળો તેમજ કાયમી મચ્છર ઉત્પતિ થતા સ્થળોની સૌ પ્રથમ મોજણી કરવામાં આવે છે.
જ્યાં જ્યાં વધતા ઓછા પ્રમાણમાં ભરાઇ રહેલ પાણીનો ત્વરીત નિકાલ કરવામાં માટે હંગામી ગટરો બનાવી પણી બહાર કાઢવું અથવા ખાડા ભરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન વરસાદી પાણીની પાકી ગટરો સમયાંતરે સાફ કરાવતા રહીએ છીએ જેથી વરસાદી પાણીનો નિકાલ સહેલાઇથી થઇ શકે. હોસ્પિટલ કેમ્પસમાં ક્યાંય પણ ખાબોચિયા ભરાયેલ દેખાય ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે છે.

વિવિધ સ્થળોએ ફોગીંગની કામગીરી
હોસ્પિટલ કેમ્પસમાં વરસાદી ઋતુમાં રોગનો ભરળો ન થાય તે માટે નિયમિત વિવિધ સ્થળોએ ફોગીંગની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવે છે.બાંધકામની સાઇટ પર મુકવામાં આવેલ બેરીકેટેડ વિસ્તારમાં મચ્છરની દવા અઠવાડિયામાં બે વાર છંટકાવ કરવામાં આવે છે.મચ્છર ઉત્પતિ અંગેની તપાસણી થયા બાદ જોવા મળતા મચ્છર ઉત્પતિ સ્થળોએ પોરાનાશક દવાઓથી સારવાર આપી નાબૂદ કરવામાં આવે છે.ભારે વરસાદના કારણે નવા ઉત્પન્ન થતા મચ્છર બ્રીડીંગ સ્થાનોની મોજણી કરીને પોરાનાશક કામગીરી નિયમિત કરવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમામ વોર્ડ-વિભાગોમાં બે વાર દવાનો છંટકાવ
તમામ વોર્ડ/વિભાગોમાં સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી નર્સિંગ સ્ટેશન, ડૉક્ટર રૂમ, સ્ટાફ અને જનરલ સેનેટરી બ્લોકમાં શૌચાલય સહિત કેરોશીન અને સાયપરનેથ્રીન સ્પેસ સ્પ્રેનો નિયમિત છંટકાવ કરવામાં આવે છે.
વોર્ડ અને વિભાગમાં મૂકેલ કુલ પર એક દિવસના સમયાંતરે ટેમીફઓસ/કેરોશીનનો છંટકાવ કરવામાં આવે છે.
વરસાદી પાણીના લીધે ઉગી નિકળેલ બિન જરૂરી ઝાડી-ઝાંખરા ધાબા પર તેમજ કંપાઉન્ડમાંથી દૂર કરવામાં આવે છે.

સોલીડ વેસ્ટનો દરરોજ નિકાલ
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી સોલીડ વેસ્ટનો રોજબરોજ નિકાલ કરવામાં આવે છે.હોસ્પિટલની છત પર પણ પાણી ભરાઇ ન રહે તે માટે રેઇન વોટર સ્પાઉટ પાસેનો કચરો સાફ કરાવી દરેક ધાબા પર અઠવાડીયે સાફ-સફાઇ હાથ ધરવામાં આવે છે. ધાબા પરનો સ્ક્રેપ, ટાયક-ટ્યુબ, કુંડા, જુની મશીનરી-ઇક્વીપમેન્ટ વગેરેનો નિકાલ કરી ધાબુ ચોખ્ખુ રાખવામાં આવે છે. આ દરિયાન વરસાદી પાણીની પાઇપ તૂટેલી જણાય તો સત્વરે પી.આઇ.યુ. વિભાગને જાણ કરવામાં આવે છે.

ધાબા પર તેમજ કમ્પાઉન્ડમાં સમતલ ન હોય તેવી જગ્યાઓ પર ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરાવામાં આવે છે, અને જો આ પાણીનો નિકાલ ન થઇ શકે તેવા સ્થળો પર ભેજવાળી જગ્યાઓ પર કોઇ જગ્યા બાકી ન રહે તે રીતે અઠવાડિયામાં બે વાર પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે.

Published On - 10:26 am, Fri, 6 August 21

Next Article