અમદાવાદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના આયોજનથી ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષકોની (HTAT) જનરલ મહાસભા યોજાઈ. જેમાં ઉપસ્થિત તમામ મુખ્ય શિક્ષક (HTAT) મિત્રો દ્વારા મુખ્ય શિક્ષક (HTAT) કેડર માટેની કેટલીક બાબતો સર્વાનુંમતે નક્કી થઇ તે તમામ સૂચનો ખૂબ ચર્ચા અને મંથનના અંતે આધાર પુરાવા અને સંદર્ભપત્રોના અભ્યાસ અને કોર્ટના ચુકાદા SCA 22752 20/10/2022 ના આધારે નક્કી કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગના પત્ર દ્વારા 7 ઓગસ્ટ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પાસે મુખ્ય શિક્ષક (HTAT) માટે બદલીના નિયમ બનાવવા સૂચન માંગવામાં આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ થકી તેના પત્ર દ્વારા શિક્ષણ વિભાગમાં આ નક્કી થયેલા સુચનો આપવામાં આજે એસ જી હાઇવે પર આવેલ ડો. બાબસાહેબ આંબેડકર યુનિવર્સીટી ખાતે સભા બોલાવવામાં આવી.
આ સભામાં ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં HTAT ના શિક્ષકો હાજર રહ્યા હતા. જે સભામાં શિક્ષકોની માંગ પર ચર્ચા કરવામાં આવી. જે ચર્ચામાં મુખ્ય માંગ HTAT શિક્ષકને શિક્ષક માં કે વહીવટીમાં લેવા. 12 વર્ષથી બદલીઓ થઈ નથી જે બદલીમાં વતનના જિલ્લામાં થાય, તેમજ પગાર ધોરણ પણ સુધારવામાં આવે તે મુખ્ય માંગ સાથે 10 થી વધુ મુદા પર એક કાચું ડ્રાફ્ટ બનાવી સભામાં રજૂ કરાયુ. જે ડ્રાફ્ટ પર ચર્ચા કરી અન્ય મુદા ઉમેરવામાં આવ્યા. તેના પર ચર્ચા કરવામાં આવી. જે ચર્ચા બાદ આજે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી સોમવારે ડ્રાફ્ટ સરકારમાં શિક્ષણ વિભાગમાં આપવામાં આવશે.
મહત્વનુ છે કે આ તમામ અંગે આયોજક સંઘને ખાતરી છે કે સરકાર તેમની માંગ પર ધ્યાન આપી. તે આધારે જ HTAT શિક્ષક માટે નવા નિયમ તેમના હિતમાં લાવશે. મહત્વનું છે કે અગાઉ પણ HTAT શિક્ષકોની સભાઓ મળી ચુકી છે પણ તેમાં કઈ નિષ્કર્ષ નથી આવ્યો. ત્યારે તે તમામને આશા છે કે આ સભા બાદ બદલી અને અન્ય મુદ્દે કાયમી નિવેડો આવે HTAT શિક્ષકના હિત ધારક નિયમ બનશે.
એટલું જ નહીં પણ સભામાં આવનાર HTAT શિક્ષક પાસે સભામાં નક્કી કરવામાં આવેલ તેઓનું સમતિપત્ર પર સહી પણ લેવામાં આવી હતી. જેમાં નીચે સહી કરનાર મુખ્ય શિક્ષક (HTAT) ની અમારી આ પ્રમાણેની માગણી છે તે ધ્યાને લઇ ઝડપથી (HTAT) કેડર માટેના લાભ આપવામાં આવે એવી નમ્રતા સાથે આગ્રહભરી વિનંતી કરતા પત્ર પર HTAT શિક્ષકોની સંમતિ લેવામાં આવી.
1). સંખ્યાના બાધ વગર ધોરણ 1 થી 8 ની તમામ શાળામાં HTAT મુખ્ય શિક્ષકનું મહેકમ ઉભું કરવું.
-સંદર્ભ: RTE 2012 મા પ્રકરણ 4 ની કલમ 17(3)(ખ) અને પ્રકરણ નંબર-2 (5)(3) મુજબ 1 થી 5 મા અને 6 થી 8 માં અલગપણે મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે પરંતુ આપને ધોરણ 1 થી 8 ની શાળામાં મુખ્ય ક્ષશિક (HTAT) ની માંગણી કરીએ છીએ.
2). મુખ્ય શિક્ષક (HTAT) ની કેડર ને વહીવટી કેડર ગણવી
-સંદર્ભ: વર્ષ 2011 ના રીક્રુટમેન્ટ રૂલ્સ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના તા-20/10/2022 ચુકાદા મુજબ તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક :૧૧-૨૦૧૨-૩૧૪૬૬૮-ક મુજબ અમલવારી કરવી એમ સુચન કરવામાં આવેલ છે.
3). નીચેના ફેરફાર સાથે શિક્ષકોની જેમ માંગણીથી બદલીની જોગવાઈ કરવી
– મુખ્ય શિક્ષક (HTAT) સામે મુખ્ય શિક્ષક (HTAT) અરસ પરસ બદલી, બઢતી કે સીધી ભરતી બાધ વગર
– સિનીયોરીટી માટે ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવી.
– શિક્ષક તરીકે જીલ્લા ફેર માટે કરેલ અરજી મુખ્ય શિક્ષક (HTAT) માટે તબદિલ કરીએ તારીખથી અસરમાં લેવી
– શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) શાળાનું માથું છે તો માધ્યમિક શાળાના આચાર્યની જેમ વધ ન પડે તેમ કરવું. (નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ 2019 નો બદલીનો પરિપત્ર રદ કરેલ છે)
– તમામ બદલી કેમ્પમાં 100% જગ્યા બતાવવી
– ઝડપથી બદલીના નિયમ બનાવી જીલ્લા આંતરિક અને જીલ્લા ફેરના ઓનલાઈન કેમ્પ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કરવામાં આવે
– ઉપર મુજબના સૂચનો ધ્યાને લઇ તા-11/05/2023 ના શિક્ષકોના બદલીના નિયમો (વધના બાધ સિવાય) લાગુ કરવામાં આવે
સંદર્ભ: તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવના મુદ્દા ક્રમાંક-4 મુજબ વિભાગ સામાન્ય વહીવટ વિભાગના તા-25/11/2005 ના ઠરાવ ક્રમાંક ટીઆરએફ -૧૦૯૮/૧૪૩૨/ગ.૨ ને ધ્યાનમાં લેવું એવું નામદાર હાઇકોર્ટ દ્વારા પણ સુચન આપવામાં આવેલ છે.(જેમાં ભાગ-4(3) ધ્યાને લેવું.
આ પણ વાંચો : 19 સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો કરશે તૈયાર, સુધા મૂર્તિ અને શંકર મહાદેવન 12મી સુધીનો અભ્યાસક્રમ બનાવશે
HTAT મુખ્ય શિક્ષક પરામર્શ બેઠકમા નક્કી થયેલ બઢતી બદલી માટેની માંગણીનો ડ્રાફ્ટ