અમદાવાદના (Ahmedabad)સાબરમતી(Sabarmati)રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને(Pedestrian Bridge) દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું(Bipin Rawat)નામ આપીને તેઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના(Congress)કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા કરવામાં આવી છે. આ આઇકોનિક પેડેસ્ટ્રીઅન બ્રિજ દેશનો આ પ્રકારનો બ્રિજ છે.
સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તેઆ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ ટૂંક સમયમાં કામ પૂર્ણ થવાનું છે.
તેમજ આ બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું નામ આપવાની રજૂઆત કરતાં કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ગત 8 ડિસેમ્બરના દિવસે તામિલનાડુના કુન્નુર ખાતે એક હેલિકોપ્ટર ક્રેસ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની સાથે અન્ય 10 દેશના પનોતા પુત્રો શહીદ થયા હતા. જનરલ બિપિન રાવત ઇન્ડિયન આર્મીના જનરલ હતા પછી તેઓને દેશના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા હતા.
દેશની સેવા બદલ તેઓને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ સહિતના અનેક એવોર્ડ મળ્યા હતા.
તેઓ યુદ્ધ રણનીતિમાં માહેર હતા. તેઓના મૃત્યુથી દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે જેથી તેઓના નામે સાબરમતી રિવરફ્રન્ટ પેડિસ્ટ્રીયન બ્રિજનું નામાભિધાન કરવામાં આવે તેવી અમારી માગણી છે. આ અંગે મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટી અને સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે તે માટે ટૂંક સમયમાં આવેદન પત્ર આપવામાં આવશે.
આ પણ વાંચો : Surat: ખટોદરામાંથી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયાના ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
આ પણ વાંચો :રાજ્યમાં વધતા કોરોના અને ઓમિક્રોન અંગે મુખ્યપ્રધાને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા?
Published On - 4:05 pm, Thu, 23 December 21