રાજ્યમાં વધતા કોરોના અને ઓમિક્રોન અંગે મુખ્યપ્રધાને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા?
Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અધિકારીઓ સાથે કોવિડ-19 અંગે સમીક્ષા બેઠક યોજી છે. જેમાં મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
Corona in Gujarat: રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની આફત વધી રહી છે. ત્યારે આ અણધારી આફતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન રહ્યા હતા. તો મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ દ્રારા સાથે મળીને કરવામાં આવી છે. આ કાર્યોની સમીક્ષા અને આયોજનની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
તો આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં 85 ટકા લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. બીજી તરફ 95 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લેવાની વાત રજુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Surat : બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાનું વેચાણ ડબલ થતા જવેલર્સને ચાંદી જ ચાંદી
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
