Cricket: ટીમ ઇન્ડીયાના પૂર્વ વિકેટકીપર અને કોમેન્ટેટર પાર્થિવ પટેલના પિતા અજયભાઇ પટેલનુ અવસાન

|

Sep 26, 2021 | 12:16 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલ (Parthiv Patel) ના પિતાનુ લાંબી માંદગી બાદ અવસાન થયુ છે. તેણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

Cricket: ટીમ ઇન્ડીયાના પૂર્વ વિકેટકીપર અને કોમેન્ટેટર પાર્થિવ પટેલના પિતા અજયભાઇ પટેલનુ અવસાન
Parthiv Patel-Ajaybhai Patel

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ (Parthiv Patel) ના પિતાનુ આજે અવસાન થયુ છે. પાર્થિવ પટેલે તેની આ દુઃખની ઘડીના સમાચાર તેણે ટ્વીટ કરીને આપ્યા છે. પાર્થિવ પટેલ IPL ની ફેન્ચાઇઝી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સાથે જોડાયેલો છે. અમદાવાદમાં રહેતા પાર્થિવના પિતા અજયભાઇ પટેલ બિમાર હતા. પાર્થિવ પટેલના પિતાના અવસાનના પગલે અનેક ક્રિકેટર તેની સાથીઓએ પણ સાત્વના આપતા સંદેશા મોકલ્યા હતા.

પાર્થિવ પટેલના પિતા અજયભાઇની લાંબા સમય થી સારવાર ચાલી રહી હતી. જ્યારે પાર્થિવ RCB ની ટીમનો સભ્ય હતો એ અરસા દરમ્યાન જ તેના પિતાને બ્રેન હેમરેજ થયુ હતુ. નાજૂક સ્થિતી વચ્ચે તેમની લાંબો સમય સારવાર ચાલી હતી. જેને લઇને પાર્થિવ પટેલ પિતાની સારવારમાં રહ્યો હતો. જોકે ત્યાર બાદ તેણે જાણે કે ક્રિકેટના મેદાન થી ધ્યાન હટાવી લીધુ હતુ. પાર્થિવના પિતા અજયભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂના સિમાકંન વાળા કાલુપુર વોર્ડમાંથી ભાજપની ટિકીટ પર કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

પૂર્વ ક્રિકેટર પાર્થિવે ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, મારા પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનુ 26 સપ્ટેમ્બરે અવસાન થયુ છે. વિનંતી કરુ છુ તેમના માટે પ્રાર્થના કરશો. ઓમ નમઃ શિવાય.

 

ગત વર્ષે પાર્થિવે ક્રિકેટને અલવિદા કહ્યુ  હતુ

પિતાની સારવારમાં સંપૂર્ણ ધ્યાન આપી રહેલા પાર્થિવ પટેલે અંત ગત વર્ષે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ જાહેર કર્યો હતો. જોકે તે કોમેન્ટેટર અને ક્રિકેટની અન્ય ચિજો સાથે જોડાયેલા રહેવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદમાં જન્મેલા પાર્થિવ પટેલે 2002 માં ન્યુઝીલેન્ડ સામે વન ડે અને ઇંગ્લેંડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેના કેરિયરમાં 25 ટેસ્ટ મેચ રમીને 6 જેટલા અર્ધશતક સાથે 934 રન નોધાવ્યા હતા. 38 વન ડે મેચ રમીને 4 અર્ધ શતક સાથે 736 રન નોધાવ્યા હતા. જ્યારે ટી20 મેચ 2 રમ્યો હતો અને જેમાં તેણે 36 રન કર્યા હતા.

ટેસ્ટમાં કુલ 62 કેચ અને 10 સ્ટપિંગ આઉટ કર્યા હતા. વન ડેમાં 30 કેચ અને 9 સ્ટમ્પિંગ કર્યા હતા. જ્યારે ટી20 માં એક કેચ ઝડપ્યો છે. આઇપીએલની 139 મેચ રમીને 13 અર્ધશતક લગાવી 2848 રન કર્યા છે. તેણે આઇપીએલમાં 69 કેચ અને 16 સ્ટપિંગ કર્યા છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો, 2011 બાદ પ્રથમ વાર થયુ આમ

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

Published On - 12:13 pm, Sun, 26 September 21

Next Article