GUJARAT : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા, કોરોના સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચાર

|

Nov 17, 2021 | 9:54 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 291 થઇ છે તેમજ રીકવરી રેટ એક પોઈન્ટ ઘટીને 98.74 ટકા થયો છે.

GUJARAT : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા, કોરોના સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચાર
Gujarat Corona Update

Follow us on

AHMEDABAD : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા થોડાક દિવસથી 40 અને 30 ની આસપાસ નવા કેસો આવી રહ્યાં છે. રાજ્યમાં ગઈકાલે 16 નવેમ્બરે કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા, જયારે આજે 17 નવેમ્બરે 54 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,068 (8 લાખ 27 હજાર 068) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, કુલ મૃત્યુઅંક 10,090 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 17 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 16 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,687( 8 લાખ 16 હજાર 687) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 291 થઇ છે તેમજ રીકવરી રેટ એક પોઈન્ટ ઘટીને 98.74 ટકા થયો છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન ‘દેશમાં 2070 સુધી ભાજપ રહેશે’, કહ્યું ‘જીત માટે રોડમેપ તૈયાર કરવો પડશે’

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રદેશ કારોબારીમાં પ્રથમ સંબોધન હતુ. જેમાં તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન ગ્લોબલ સમિટમાં કરાયેલા સંબોધનના વખાણ કર્યા હતા. સાથે ગુજરાત અને દેશમાં ભાજપ ખૂબ આગળ વધતુ હોવાનું દર્શાવ્યુ હતુ.

2.રાજ્યમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ રસીકરણની કામગીરી થશે ઝડપી, લોકોને ઘરે બેઠા રસી અપાય તેવા સરકારના પ્રયાસ

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે કેબિનેટમાં રસીકરણ અને નિરામય યોજના અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં થયેલા રસીકરણ અને રસીકરણને લઇને આગામી સમયમાં યોજવાના કાર્યક્રમ અંગે જાણકારી આપી.

3.આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો, આશ્રમને મળ્યો એક ઈ-મેઈલ

Asaram Ashram : હૈદરાબાદનો યુવક ગુમ થતા અમદાવાદના મોટેરામાં આવેલો આસારામનો આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમમાંથી વિજય નામનો યુવક ગાયબ થઈ ગયો હતો.

4.સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના

હૃદય અને ફેફસાં સમયસર સુરતથી હવાઈમાર્ગે દેશના જુદા-જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેરમાં ૫૦ મો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

5.રાજ્યના આ વિસ્તારોમાં આજથી માવઠાની આગાહી, નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું

Gujarat: શિયાળાની શરૂઆતમાં જ ઠંડીએ જોર પકડ્યું છે, તો રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. ચાલો જાણીએ વિગત.

6.વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર, રેલ્વે પોલીસે ફરિયાદ દાખલ કરી

Vadodara Rape and Suicide Case : રેલ્વે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ સમગ્ર ઘટના આત્મહત્યા હતી કે અન્ય કોઈ કારણથી યુવતીનું મૃત્યુ થયું હતું એ જાણવા આખી ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરવું જરૂરી હતું.

7.VADODARA : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત પહોચ્યા

20 માછીમારોમાં ગીર સોમનાથના 19 અને પોરબંદરના એક માછીમારનો સમાવેશ છે. માછીમારો બે દિવસ પહેલા વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા.

8.રાજકોટઃ ભાજપ કાર્યાલયમાં વિજય રૂપાણીની નેમ પ્લેટ બાબતે વિવાદ, તાત્કાલિક સુધારો કરાયો

વિવાદ થતા રાજકોટ ભાજપ કાર્યાલયના કાર્યકરો દોડતા થઇ ગયા હતા. જોકે ચર્ચા વધુ વિવાદ પકડે તે પહેલા જ રાજકોટ ભાજપ કાર્યાલય દ્વારા તાત્કાલિક વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ લખેલુ સ્ટીકર લગાવી દેવામાં આવ્યું છે.

9.ઈ-વેસ્ટમાંથી નીકળતાં રેડિયેશનથી કેન્સર-બ્રેન ટ્યુમર જેવાં રોગોનો ખતરો, GTUના વિદ્યાર્થીઓએ 50 કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું

કૉમ્પ્યુટર , મોબાઈલ , કેલ્ક્યુલેટર ,ટીવી વગેરે જેવા અનેક ડિજીટલ ઉપકરણોના ઈ- વેસ્ટનો વર્તમાન સમયમાં ડમ્પિંગ સાઈટ પર બાળીને કે દાટી દઈને નિકાલ કરવામાં આવે છે. જેનાથી ડિજીટલ ઉપકરણોમાં વપરાયેલ ફોસ્ફરસ , લિથિયમ , લિડ , મરક્યુરી જેવી અનેક હાનીકારક ધાતુને બાળતાં તેના ઓક્સાઈડ વાતાવરણમાં ભળે છે.

Published On - 9:16 pm, Wed, 17 November 21

Next Article