AHMEDABAD : CNGના ભાવમાં સતત વધારો થતા રિક્ષા ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો છે.. CNGના ભાવ વધતા અને રિક્ષા ભાડૂ ન વધતા રિક્ષા ચાલકોને ભારે હાલાકી પડી છે.. અને CNGના ભાવ ઘટાડવા માગ કરી છે. સરકારને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોવાનો રિક્ષા ચાલકનો આક્ષેપ છે. તેમજ છેલ્લા 3 વર્ષથી રિક્ષાના મિનીમમ ભાડામાં કોઇ વધારો ન થતા મિનીમમ ભાડું રૂપિયા 30 અને પર કિલોમીટર રૂપીયા 15 કરવાની રિક્ષા ચાલકોએ માગ કરી છે.
તો બીજી બાજુ એવા પણ સમાચાર મળી રહ્યાં છે કે અમદાવાદમાં CNGના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરી દીધો છે. ઓટો રીક્ષા ચાલક વેલફેર એસોસિએશને ભાવમાં ઉચ્ચક વધારો કર્યો છે. ઓછામાં ઓછું ભાડું 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે, કિલોમીટરી દીઠ 10 રૂપિયાને બદલે 15 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ સાથે વેઇટિંગ ચાર્જમાં 5 મિનિટનો 1 રૂપિયો હતો તેને વધારીને 5 રૂપિયા કરવામાં આવ્યાં છે. સરકારને રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા રીક્ષાચાલકોએ ભાડામાં વધારો કરવાનો આ નિર્ણય લીધો છે. આ સાથે ભાવવધારા મુદ્દે રીક્ષાચાલકો સાથે મુસાફરો રકઝક ન કરે તેવી અપીલ કરી છે. પણ હવે સરકાર અને રીક્ષાચલાકો વચ્ચે મુસાફરોની સ્થિતિ કફોડી બની છે.
CNGમાં છેલ્લા 10 દિવસમાં 6 રૂપિયા ભાવ વધારો ઝીંકાયો છે. CNG ની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. CNGના ભાવમાં વધારાના લીધે ખાનગી સહિત ટ્રાન્સપોર્ટરોને આર્થિક બોજો પડ્યો છે. CNGમાં ભાવવધારો થતા રીક્ષા ચાલકોએ રાજ્ય સરકાર પાસે સબસીડીની માગ કરી છે. રીક્ષા ચાલકોની માગ છે કે હવે સરકાર રીક્ષા ચાલકોને સીધી સબસીડી આપે.
આ પણ વાંચો : ભુજમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનને માહિતી મોકલનારા BSFના કોન્સ્ટેબલની અટકાયત
આ પણ વાંચો : ફાટક મુક્ત ગુજરાત માટે રાજય સરકાર સક્રિય, 30 રેલ્વે ઓવર-અંડર બ્રિજ માટે 890 કરોડની ફાળવણી
Published On - 4:58 pm, Mon, 25 October 21