શનિવારે અમદાવાદમાં (Ahmedabad) પડેલા ભારે વરસાદના કારણે શહેર બેટમાં ફેરવાયું જે પાણી ઓસર્યા બાદ શહેરના રસ્તા ધોવાયા, રસ્તા ઉપર ખાડા પડ્યા જેની વચ્ચે વાહનોમાંથી નંબર પ્લેટો પણ વરસાદી પાણીમાં તણાઈ. જે નંબર પ્લેટો લગાવવા તેમજ ખોવાયેલી નંબર પ્લેટની જગ્યાએ નવી નંબર પ્લેટ લગાવવા આરટીઓમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.
વરસાદના કારણે શહેરના રસ્તા ધોવાયા તો રસ્તા ઉપર ખાડાઓ પણ પડ્યા છે. વરસાદી પાણીમાં વાહનો ફસાતા નંબર પ્લેટો પણ તણાઈ હોવાની ઘટના બની છે. ગુમ નંબર પ્લેટોની જગ્યાએ નવી પ્લેટો લગાવવા માટે આરટીઓમાં વેટિંગ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં 22 જુલાઈની સાંજ કે જે લોકો ક્યારેય ભૂલી નહિ શકે. કેમ કે તે સાંજે અમદાવાદમાં ભારે વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું હતું.
પાણી ઓસર્યા બાદ રસ્તા ધોવાયા, રસ્તા પર ખાડા પડયા, જેના કારણે લોકો હલાકીમાં મુકાયા છે. તો વરસાદ વચ્ચે પાણીમાં વાહનો ફસાયા વાહનો બંધ પડતા ગેરેજમાં વાહનો શરૂ કરવા વેઇટિંગ સર્જાયું. તો સાથે જ વરસાદી પાણીમાં વાહનોની નંબર પ્લેટ નીકળી જવાની પણ સમસ્યા સામે આવી. જે નંબર પ્લેટ લગાવવા RTO માં HSRP નંબર પ્લેટ સેન્ટર પર નંબર પ્લેટ લગાવવા લોકો વાહનો લઈને પહોચી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે RTO ખાતે આવેલ હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ સેન્ટરે શનિવારે પડેલા વરસાદ પહેલા 40 જેટલા લોકો નંબર પ્લેટ લગાવવા આવતા હતા. પરંતુ વરસાદ બાદ તે સંખ્યામાં બમણાંથી ત્રણ ગણો વધારો થયો છે, કેમ કે 40 ની જગ્યાએ હવે દિવસમાં 100 થી 150 ઉપર લોકો વાહનોમાં નંબર પ્લેટ લગાવવા આવી રહ્યા છે. જેમાં 2019 પછીના વાહનોને શો રૂમમાં નંબર પ્લેટ લગાવવામાં આવી રહી છે.
જ્યારે 2019 પહેલાંના વાહનોને આરટીઓમાં આવેલ સેન્ટર પર નંબર પ્લેટ લગાવી આપવામાં આવી રહી છે અને તેમાં પણ શનિવાર બાદ એક સપ્તાહમાં 600 ઉપર વાહનોમાં નંબર પ્લેટ લગાવાઈ છે. જેમાં અંદાજે 300 ઉપરાંત નંબર પ્લેટ કે જે વાહનો માંથી નીકળી ગઈ હોય તેના આંકડો છે. તો હાલમાં દરરોજ 50 થી વધુનું વેઇટિંગ પણ ચાલી રહ્યું છે.
ફોર વહીલરમાં નંબર પ્લેટના 460 રૂપિયા જ્યારે સિંગલ નંબર પ્લેટ લગાવવાની 230 રૂપિયા. તેમજ ટુ વહીલરના 160 રૂપિયા જ્યારે ટુ વહીલર એક નંબર પ્લેટના 70 રૂપિયા, જો કે 2019 પછીના વાહન છે તો શો રૂમમાં નંબર પ્લેટ લગાવવા જવું પડે છે. જ્યારે 2019 પહેલાના વાહનોને RTO ખાતે નંબર પ્લેટ લગાવી અપાય છે.
HSRP નંબર પ્લેટ લગાવવા આવેલા વાહન ચાલક અને વાહન માલિકની વાત માનીએ તો નંબર પ્લેટ લગાવવા આવેલ એક ચાલક વરસાદ સમયે આનંદનગર રોડ પર પાણીમાં વાહન સાથે ફસાયા. જ્યાં નંબર પ્લેટ ક્યારે નીકળી તેનો ખ્યાલ ન રહ્યો. પણ બાદમાં જાણ થતાં વેન ચાલકે અરજી કરી અને તેઓ નવી નંબર પ્લેટ લગાવવા પહોંચી ગયા.
જેઓનું માનવું છે કે HSRP નંબર પ્લેટ જરૂરી છે. જેનાથી ટ્રાફિક નિયમ પાલન થાય છે અને દંડ થી પણ બચી શકાય છે. કેમ કે હાલમાં ટ્રાફિક વિભાગ દ્વારા તથ્ય કેસ બાદ ટ્રાફિક દ્રાઇવ શરૂ કરી નિયમ ભંગ કરનારને દંડવામાં આવી રહ્યા છે. જે તેમની સાથે ન બને તેની લોકોને ચિંતા છે.
તો બીજા વાહન ચાલક કે જેઓ શનિવારે વસ્ત્રાપુર થી એરપોર્ટ જઈ રહ્યા હતા. ત્યારે પાણીમાં કાર ફસાઈ અને નંબર પ્લેટ નીકળી ગઈ. જેની જાણ તેઓને એરપોર્ટ પર પહોંચ્યા બાદ થઈ અને બાદમાં તેઓએ અરજી કરી નંબર પ્લેટ લગાવવા RTO સેન્ટર પર પહોંચ્યા. જ્યાં તેઓએ તેમની હ્યુન્ડાઇ કંપનીની કારમાં જ આવી સમસ્યા વધુ જણાઈ આવતા. કંપનીને તેનો જરૂરી નિકાલ લાવવા અપીલ કરી. તો સાથે જ તેઓએ વરસાદી સમસ્યાની આપવીતી પણ જણાવી.
આ પણ વાંચો : ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ, જાણો કઈ રીતે કૌભાંડને આપ્યો અંજામ
એટલું જ નહીં પણ કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ જૂની નીકળી ગયેલી નંબર પ્લેટ સાથે લાવી લગાવવા પહોંચ્યા. તો કેટલાક લોકો નંબર પ્લેટ નીકળે નહિ માટે રિબેટ લગાવવા પણ પહોંચ્યા હતા. આ બાબત એ જ સૂચવે છે એ સિઝનના વરસાદે તંત્રની પોલ ખુલી પાડી દીધી. તો શહેરીજનો માટે આ સિઝનનો વરસાદ હાલાકી નો વરસાદ પણ બની રહ્યો. કેમ કે વરસાદ થી ઠંડક તો ન પ્રસરી પણ લોકોના ખર્ચ વધી ગયા. અગવડતા વધી ગઈ. અને હજુ તો વરસાદી સિઝન બાકી છે ત્યારે શું થશે તેને લઈને પણ હજુ લોકોમાં ચિંતા છે.