બ્રિટિશ (Britain) વડાપ્રધાન બોરિસ જોનસન (PM Boris Johnson) આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓ તેમના ગુજરાત પ્રવાસની શરુઆત અમદાવાદથી કરશે. બોરિસ જોનસન 21 એપ્રિલે અમદાવાદ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદની (Ahmedabad) મુલાકાત લેવાના છે. બ્રિટનમાં મૂળ ગુજરાતના અનેક નાગરિકો વસે છે. ત્યારે બોરિસ જોનસન આ મુલાકાત દરમિયાન ભારત સાથે વાસ્તવિક મુદ્દાઓ એટલે કે રોજગાર, આર્થિક વિકાસ, ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ બાબતો પર ચર્ચા કરશે.
બોરિસ જોનસનનો ભારત પ્રવાસ ગુરુવારે 21 એપ્રિલ અમદાવાદથી શરૂ થશે. વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 21 એપ્રિલે બોરિસ જોનસન પણ અમદાવાદ આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ UK અને ભારત વચ્ચેના વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. ગુજરાતમાં જોનસન નવા વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજી પ્રોજેક્ટ તેમજ યુનાઈટેડ કિંગડમ અને ભારતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણોની (Investment) જાહેરાત કરે તેવી અપેક્ષા છે. બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર જોનસન ભારતની આગામી મુલાકાતનો ઉપયોગ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોને આગળ વધારવા માટે કરશે જે દ્વિપક્ષીય વેપારને 2035 સુધીમાં વાર્ષિક 28 બિલિયન પાઉન્ડ (USD 36.5 બિલિયન) સુધી વધારવાની અપેક્ષા છે.
વડાપ્રધાન સાથે બ્રિટિશ (Britain) વડાપ્રધાન બોરિસ જોનસનના ગુજરાત પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત બાદ બોરિસ જોનસન 22 એપ્રિલે દિલ્લીમાં PM મોદી સાથે જશે અને દિલ્લીમાં દ્વિપક્ષીય ચર્ચા કરશે. નવી દિલ્હીમાં બોરિસ જોનસન ઈન્ડો-પેસિફિકમાં ગાઢ ભાગીદારી અને સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે વાત કરશે.
આ મુલાકાત દરમિયાન બંને પક્ષો તેમના સંબંધોને વધુ મજબૂત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો સમિટ દરમિયાન થઈ હતી. 2021 ઈન્ટીગ્રેટેડ રિવ્યૂમાં ભારતને યુકે માટે પ્રાથમિકતા સંબંધ તરીકે ઓળખવામાં આવ્યું હતું અને ગયા વર્ષે કાર્બીસ બેમાં G7માં ગેસ્ટ તરીકે યુકે દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે