Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના, પ્લેન દુર્ઘટનામાં અનેકના મોતની આશંકા

અમદાવાદમાં મેઘાણી નગર વિસ્તારમાં લંડન માટે ઉડાન ભરનારુ પ્લેન ક્રેશ થયુ છે. આ ભયાનક દુર્ઘટના બાદ અન્ય તમામ ફ્લાઈટ્સ હાલ તકેદારીન ભાગરૂપે રદ કરી દેવામાં આવી છે. પ્લેન ક્રેશ થતા જ આગમાં લપેટાઈ ગયુ હતુ અને 100 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે.

Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના, પ્લેન દુર્ઘટનામાં અનેકના મોતની આશંકા
| Updated on: Jun 12, 2025 | 5:01 PM

અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરનારુ પ્લેન ક્રેશ થયુ છે. આ દુર્ઘટના એટલી ભયાનક છે કે ક્રેશ થતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો અને તુરંત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયુ હતુ. આગમાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. 100 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દુર્ઘટના સ્થળે સતત પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી છે.
આ પ્લેનમાં બ્રિટનના 52 નાગરિકો સવાર હતા અને 6 પોર્ટુગલના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક હોવાની વિગતો સામે આવી છે.

DGCA દ્વારા કહેવામાં આવ્યુ છે કે ઉડાનની 5 જ મિનિટમાં પ્લેન ક્રેશ થયુ છે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા. ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે વિજય રૂપાણી સાથે તેમની વાતચીત થઈ હતી અને તેઓ લંડન જવાના હતા તે અંગે પણ વાતચીત થઈ હતી. આથી પ્લેનક્રેશની જાણકારી મળતા જ તેમને ધ્રાસ્કો પડ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે આશા રાખીએ કે આ દુર્ઘટનામાં સવાર સહુ નાગરિકોનો ચમત્કારિક રીતે બચાવ થાય.

જો કે પ્લેનક્રેશ થતાની સાથે જ ભડભડ કરતુ સળગવા લાગ્યુ હતુ. અને થોડી જ મિનિટોમાં સંપૂર્ણ પ્લેન બળીને ખાખ થઈ ગયુ હતુ. હાલ અમારી પાસે જે દૃશ્યો સામે આવી રહ્યા છે તે બતાવી ન શકાય એટલી હદે વિચલિત કરનારા છે. ઘાયલોના વિચલીત કરી દેનારા દૃશ્યો સામે આવ્યા છે અને અત્યંત ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર કરાયા જાહેર

Air India દ્વાપા હેલ્પલાઈન  1800-5691-444 આ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સ્વજનો આ હેલ્પલાઈન નંબર પરથી જાણકારી મેળવી શકશે .  હાલ અમદાવાદ ઍરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારને ગ્રીન કોરિડોરથી કોર્ડન કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ પીડિતોના હાલચાલ જાણવા માટે હોસ્પિટસ પહોંચી રહ્યા ે.

50 થી વધુના મોતની આશંકા

ભયાનક પ્લેનક્રેશની દુર્ઘટનામાં 50 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.  પ્લેનક્રેશ થયુ એ વિસ્તારમાં અતુલ્યમ 1 અને અતુલ્યમ 2 નામથી ડૉક્ટર હાઉસ આવેલુ હતુ. જ્યાં અનેક મેડિકલના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને 20 થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઈ રહી છે.

20 થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓના મોતની આશંકા

જે સ્થળે પ્લેન ક્રેશ થયુ ત્યાં અમદાવાદની બી.જે મેડિકલ કોલેજની બોયસ હોસ્ટેલ હતી અને એ હોસ્ટેલના 20 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત અનેક સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

169 ભારતીયો દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હતા સવાર

Air India દ્વારા પેસેન્જર્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં 169 ભારતીયો 53 જેટલા બ્રિટનના નાગરિકો, 7 પોર્ટુલગલના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સવાર હતા.  રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સીમાં કંટ્રોલ રૂમ જાહેર કરી દીધો છે. જેમા ઘાયલોના સ્વજનોની જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. હાલ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Breaking News: અમદાવાદથી લંડન જતુ પ્લેન મેઘાણીનગર નજીક થયુ ક્રેશ, પ્લેનમાં સવાર હતા 242 મુસાફરો– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

 

Published On - 3:11 pm, Thu, 12 June 25