Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો, જાણો શું થયા ખુલાસા, જુઓ Video

|

Jul 25, 2023 | 4:56 PM

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હવે જેગુઆર કંપનીનો UKથી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. તેમજ ગાડીની સ્પીડ 137 થી વધુની હતી અને અકસ્માત કર્યા બાદ 108 Km સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો, જાણો શું થયા ખુલાસા, જુઓ Video
ISKCON Bridge accident

Follow us on

ISKCON Bridge accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત (Accident) કેસ મામલે હવે જેગુઆર કંપનીનો UKથી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. તેમજ ગાડીની સ્પીડ 137 થી વધુની હતી અને અકસ્માત કર્યા બાદ 108 Km સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. તો આરોપી તથ્ય પટેલના DNA પ્રોફાઈલનો રિપોર્ટ સાંજ સુધી આવશે.

 

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

આ સિવાય આરટીઓ વિભાગે પણ આ એક્સિડેન્ટ મામલે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં ગાડીમાં કોઇ પણ પ્રકારની ખામી નહોતી અને ગાડીની કંડીશન યોગ્ય હતી. મહત્વનું છે કે આરોપી તથ્યનું ડીએનએ પ્રોફાઇલ રિપોર્ટ પણ કાલ સુધીમાં આવશે. જેથી તેની હાજરી અકસ્માત સમયે કારમાં જ હતી તેની સ્પષ્ટતા થઇ જશે. આ ઉપરાંત કોલ ડિટેલ્સનાં આધારે આરોપીની હાજરીની પણ પુષ્ટિ કરવામાં આવી છે. જેથી કોર્ટમાં આરોપીને કોઇ પણ પ્રકારની છટકબારી ન મળે. બીજી બાજુ જેગુઆર ગાડીની ટેકનીકલ ટીમનો રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થશે.

હાલમાં તથ્ય પટેલને સેન્ટ્રલ જેલમાં મોકલી કેદી નંબર 8683 અપાયો છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર 8626 અપાયો છે. આ બંને બાપબેટાની જોડીને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ  પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ બનશે કોર્ટમાં સાક્ષી, જુઓ Video

હવે આ સમગ્ર ઘટનામાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અકસ્માત કરનાર જગુઆર ગાડીના કંપનીના રિપોર્ટમાં ખુલાસો થયો છે. મહત્વની વાત એ છે કે અકસ્માત સમયે ગાડીને ટક્કર મારતા લોકો પર 0.5 સેકન્ડમાં ગાડી ફરી ગઈ હોવાનું સં આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:27 pm, Tue, 25 July 23

Next Article