શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓના થતા રેગિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લીધુ છે. હાઈકોર્ટે રેંગિગ મુદ્દે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે રેગિંગની ફરિયાદો પર સરકાર પગલા લેવામાં નિષ્ફળ રહી છે. રેગિંગ મુદ્દે સરકારે શું પગલા લીધા તે અંગે સરકાર પાસે કોર્ટે સ્પષ્ટતા પણ માગી છે.
હાઈકોર્ટે ટકોર કરી છે કે રેંગિગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ જીવ ગુમાવ્યો છે. યુવાનો જીવ ગુમાવે છે છતા સરકારે તેના પર કોઈ નિયમો કેમ ઘડ્યા નથી તેવો વેધક સવાલ પણ કોર્ટે રાજ્ય સરકારેને કર્યો છે. રાજ્ય સરકારને આગામી ત્રીજી મે ના રોજ વિગતવાર જવાબ રજૂ કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે.
જામનગરમાં રેગિંગની ઘટના બાદ તત્કાલિન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં રેગિંગની ઘટનાને ભૂતકાળ બનાવી દેવાશે. રેગિંગની ઘટના ભૂતકાળ બની જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ર છે. રેગિંગ કરનારા વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાના દોઢ વર્ષ બાદ પણ રાજ્યમાં અન્ય વિદ્યાર્થીઓ દ્નારા થતી રેગિંગ મુદ્દે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને આ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધી છે.
આ પણ વાંચો: Vadodara : આખરે સુમનદીપ વિદ્યાપીઠમાં થયેલ રેગિંગ કેસમાં કાર્યવાહી, ત્રણ સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ
પોરબંદર જિલ્લાની સૌથી જૂની જાણીતી સંસ્થા આર્યકન્યા ગુરુકુળમાં કથિત રેગિંગની ચર્ચા વિવાદનો વિષય બની છે. માતા-પિતા પોતાની દીકરીઓને મળવા આવ્યા હતા. પરંતુ કથિત રેગિંગના સમાચાર સાંભળીને વાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ધોરણ-10ની વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્ટેલમાં રહેતી સાથી બે વિદ્યાર્થિનીએ આ કૃત્ય કર્યાનો આક્ષેપ છે. રેગિંગની ઘટના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:49 pm, Thu, 6 April 23