Breaking News : આખા ગુજરાતમાં પળાયું બ્લેકઆઉટ, જુઓ Video

ગુજરાત સરકારે 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનું આયોજન કર્યું છે. રાજ્યના 18 જિલ્લામાં નિશ્ચિત સમય માટે બ્લેકઆઉટ પડાયું.

Breaking News : આખા ગુજરાતમાં પળાયું બ્લેકઆઉટ, જુઓ Video
| Updated on: May 07, 2025 | 8:28 PM

પહેલગામના આતંકી હુમલાબાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશની લાગણી ભભૂકી હતી અને બદલા ની ભાવના લોક માનસમાં જન્મી હતી. નિર્દોષ લોકોની હત્યા બાદ એર સ્ટ્રાઈક કરી આતંકી સ્થાનોનો કુરતો બોલવામાં આવ્યો છે જેને લઇને લોકોમાં બદલો વિધાનો અહેસાસ થઈ રહ્યો છે.

પરંતુ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિફેન્સ મોકડ્રીલ બાદ બ્લેક આઉટ એટલે કે અંધારપટ ની પ્રેક્ટિસ આ ધરવામાં આવે છે જેમાં નવસારી શહેરમાં શહેરીએ સ્વયંભૂ પોતાના ઘરો અને ગલી મોરલાની લાઇટો બંધ કરીને જવાબદાર નાગરિક તરીકેનું કર્તવ્ય બજાવ્યું છે..

ગુજરાત સરકાર દ્વારા 7 મેથી શરૂ થતી સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ માટે રાજ્યના 18 જિલ્લામાં બ્લેક આઉટના સમયગાળાનું નક્કી કરાયુ છે. આ મૉક ડ્રિલ દરમિયાન, નાગરિકોને આપત્તિ પરિસ્થિતિઓમાંની તૈયારીઓ અને સંચાલન વિશે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં વીજ પુરવઠો એટલે કે ઘરની તમામ લાઇટો બંધ કરવામાં આવી.

ગઇકાલે જાહેર કરાયેલા પ્રાથમિક સમયગાળાના અનુસંધાનમાં હવે ગુજરાત સરકાર દ્વારા પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ગુજરાત માટે બ્લેકઆઉટના અંતિમ સમય નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર સમગ્ર ગુજરાતમાં બ્લેક આઉટ પડાયો.

મહત્વપૂર્ણ છે કે, 7 મેના રોજ સાંજે સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલના ભાગરૂપે 18 જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો એક નિર્ધારિત સમયગાળા માટે બંધ રાખવામાં આવ્યો હતો.

  • પૂર્વ ગુજરાત: સાંજના 7:30 થી 8:00
  • મધ્ય ગુજરાત: સાંજના 8:00 થી 8:30
  • પશ્ચિમ ગુજરાત: સાંજના 8:30 થી 9:00

આ મૉક ડ્રિલનો મુખ્ય હેતુ એ છે કે કોઈ આપત્તિ કે ઈમરજન્સી સ્થિતિમાં નાગરિકોની તૈયારી કેવી છે તેનો અહેવાલ મેળવવો. નાગરિકોને વિનંતી છે કે તેઓ આપેલા સમયગાળામાં વીજળી બંધ રહેશે તેનું અનુસરણ કરે અને અનાવશ્યક રીતે વીજ ઉપકરણોનો ઉપયોગ ન કરે.

 

Published On - 7:53 pm, Wed, 7 May 25