Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશમાં તમામ 242 મુસાફરોના મોત, ન્યૂઝ એજન્સી AP એ કરી પુષ્ટિ

અમદાવાદ ઍરપોર્ટ થી લંડન માટે ઉડાન ભરેલ ઍર ઈન્ડિયાનું પ્લેન AI 171 ક્રેશ થયુ છે. જેમા ન્યૂઝ એજન્સી AP ના હવાલાથી મળતી વિગતો અનુસાર તમામ 242 મુસાફરોના દુ:ખદ મોત થયા હોવાનુ સામે આવ્યુ છે.

| Updated on: Jun 12, 2025 | 6:36 PM

અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું પેસેન્જર બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયુ અને આખેઆખુ ટ્રેન બળીને ખાખ થઈ ગયુ.  આ પ્લેનમાં સવાર તમામ 242 મુસાફરોના મોત થયા હોવાનો ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસે પુષ્ટિ કરી છે. બપોરે 1.38 કલાકે પ્લેને લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયુ હતુ.  આ ફ્લાઈટમાં 242 મુસાફરો સવાર હતા.  જેમા 2 પાયલોટ અને 10 ક્રુ મેમ્બરનો પણ સમાવશે થાય છે.

પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો સવાર હતા.  અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર પ્લેન દુર્ઘટનાના જે પ્રકારે દૃશ્યો સામે આવ્યા છે તેને જોતા લાગતુ નથી કે એકપણ વ્યક્તિ જીવિત બચી હોય શકે.  હાલ પ્લેનમાં સવાર તમામ 242 લોકોનાા મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઘટના પર નજર રાખી રહ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પણ સવાર હતા. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા નીકળી ગયા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને તમામ અધિકારીઓના સંપર્કમાં હોવાનુ જણાવ્યુ છે. અમિત શાહે પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યુ કે આ દુર્ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથા. ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. દુર્ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ CP સાથે વાતચીત કરી હતી.

પ્લેન ક્રેશ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી કે દુર્ઘટનાથી હું વ્યથિત છુ. શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી દુર્ઘટના છે. પીડિત પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના છે.

 

 

Published On - 5:42 pm, Thu, 12 June 25