મિયાવાકી ટેકનિક શું છે? અમદાવાદે એક કલાકમાં 361,000 વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. AMCએ ભાડજમાં મિયાવાકી ટેકનીકથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષ લગાવ્યા હતા. 25,000થી વધારે સ્વયંસેવકોની મદદથી આ સફળતા મળી છે. તો ચાલો જાણીએ મિયાવાકી ટેકનીક શું છે? ખુબ ઓછા સમયમાં આટલા વધારે વૃક્ષો કેમ લગાવવામાં આવે છે.

મિયાવાકી ટેકનિક શું છે? અમદાવાદે એક કલાકમાં 361,000 વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Image Credit source: AI
| Updated on: Jul 13, 2026 | 9:26 AM

અમદાવાદે રવિવારના રોજ એક રેકોર્ડ બનાવ્યો છે. શહેરમાં વૃક્ષો વાવવાનું અભિયાન ગિનીસ વર્લ્ડરેકોર્ડમાં નોંઘાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ભાડજ વિસ્તારમાં મિયાવાકી ટેકનીકથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવ્યા હતા. આ કામમાં અંદાજે 25,000થી વધારે લોકો અને સ્વયંસેવકોએ સાથે મળી કામ કર્યું હતુ.76,000 વર્ગ મીટર ક્ષેત્રમાં 35 પ્રકારના દેશી વૃક્ષો લગાવવામાં આવ્યા હતા. જેનાથી શહેરને વધારે હરિયાળું બનાવવું તેમજ પર્યાવરણને બચાવવાનું છે.

અંદાજે 50 લાખ વૃક્ષો

આ અભિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ અને અમદાવાદ શહેરમાં અંદાજે 50 લાખ વૃક્ષો વાવવાની મોટી યોજનાનો ભાગ છે. આ કાર્યક્રમ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી તમેજ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહની હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી, રાજ્ય ભાજપ અધ્યક્ષ, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી, મેયર , મુખ્ય સચિવ, વરિષ્ઠ અધિકારી સહિત અનેક લોકો સામેલ થયા હતા.

શું છે મિયાવાકી ટેકનીક?

મિયાવાકી જંગલોનો પોકેટ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. નાના વિસ્તારમાં નજીકમાં વિવિધ પ્રકારના મૂળ વૃક્ષો અને છોડ વાવીને બનાવવામાં આવે છે, જેમાં પ્રતિ ચોરસ મીટર ત્રણથી પાંચ છોડ હોય છે.

 

 

તેની પાછળ મુખ્ય કારણ એ છે કે, જ્યારે નાના છોડ એકબીજાની નજીક વાવવામાં આવે છે, ત્યારે તેઓ પાણી, પોષક તત્વો અને પ્રકાશ માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે, જેનાથી તેઓ પરંપરાગત રીતે વાવેલા છોડ કરતાં વધુ ઝડપથી વિકાસ પામે છે.

આ માત્ર વર્લ્ડ રેકોર્ડ નથી, સ્વચ્છ વાતાવરણ માટે પણ જરુરી

AMCના અધિકારી, સ્કૂલ બોર્ડના પ્રતિનિધિઓ, BAPS સ્વયંસેવકો, CREDAI સભ્યો, પોલીસ કર્મચારી, NCC ક્રેડેટ, NGO, શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંગઠનોએ આ વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. AMCએ કહ્યું કે, આ પહેલા માત્ર એક વિશ્વ રેકોર્ડ છે પરંતુ હરિયાળી, સ્વચ્છ બનાવવા તરફ અમદાવાદનું એક મહત્વનું પગલું છે,

મ્યુનિસિપલ બોડીએ ભાર મૂક્યો હતો કે સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓનો ઉપયોગ શહેરી જૈવવિવિધતાને મજબૂત બનાવવામાં અને ભાવિ પેઢીઓ માટે સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવામાં મદદ કરશે. આ સિદ્ધિ સાથે, અમદાવાદે વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ શહેરી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 

રાજનીતિના ચાણક્ય અમિત શાહનો જુઓ પરિવાર કોણ કોણ છે, અહી ક્લિક કરો

Published On - 8:36 am, Mon, 13 July 26

Follow Us