Breaking News: અમદાવાદથી લંડન જતુ પ્લેન મેઘાણીનગર નજીક થયુ ક્રેશ, પ્લેનમાં સવાર હતા 242 મુસાફરો

અમદાવાદથી ઉડાન ભરનારુ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી છે. ફ્લાઈડ લંડન જઈ રહી હતી એ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્લેનને વૃક્ષ સાથે ટકરાયુ હોવાથી ક્રેશ થયુ હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે. 130 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

Breaking News: અમદાવાદથી લંડન જતુ પ્લેન મેઘાણીનગર નજીક થયુ ક્રેશ, પ્લેનમાં સવાર હતા 242 મુસાફરો
| Updated on: Jun 12, 2025 | 5:02 PM

અમદાવાદમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક લંડન જતી ફ્લાઈટનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. પ્લેનમાં 242 લોકો સવાર હોવાની વિગતો સામે આવી છે. પ્લેન ક્રેશ થતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.

કેવી રીતે ક્રેશ થયુ પ્લેન?

અમદાવાદથી લંડન માટે ઉડાન ભરનારુ પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં પાછળથી વૃક્ષ સાથે અથડાવાને કારણે ક્રેશ થયુ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ઍર ઈન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થયુ હોવાની વિગતો મળી છે.

પૂર્વ CM વિજય રૂપાણી પ્લેનમાં સવાર હોવાની આશંકા

જો કે સૌથી વધુ જે ચોંકાવનારી વિગતો મળી રહી છે તે એ છે કે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પણ આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાની વિગતો સામે આવી છે..  ટેક ઓફ થયાની બે જ મિનિટમાં પ્લેન ક્રેશ થયુ હતુ. હાલ ઍર વિસ્તારમાં ગ્રીન કોરિડોર ઉભો કરી દેવામાં આવ્યો છે. કરવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.  130 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ વધારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. દુર્ઘટના સ્થળે પેરામિલિટરી તૈનાત કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

પ્લેન ક્રેશ થતા જ આગમાં બળીને થયુ ખાખ

ઝાડ સાથે અથડાયા બાદ તુરંત પ્લેન ક્રેશ થયુ હતુ અને ક્રેશ થતાની સાથે જ મોટો ધડાકો થયો હતો અને આગની જવાળાઓમાં લપટાઈ ગયુ હતુ. આખેઆખુ પ્લેન બળીને ખાખ થઈ ગયુ છે. દૂર દૂર સુધી ધુમાડ઼ાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આખેઆખો વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.

જુઓ પ્લેન ક્રેશ થયાનો લાઈવ વીડિયો

પ્લેન ક્રેશ થયાનો એક્સક્લુઝિવ લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ દૃશ્યો પરથી ઘટનાની ભયાનક્તા જોઈ શકાય છે. જો કે આ  વાયરલ વીડિયો છે, હાલ પ્લેન ક્રેશ થયાનો આ વીડિયો સત્તાવાર હોવાની કોઈ પુષ્ટિ કરવમાં આવી નથી.

શું કહ્યુ ઍર ઈન્ડિયાએ?

ઍર ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ઘણી મોટી દુર્ઘટના સર્જાઈ છે અને દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે.

Breaking News: અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રુપાણી પણ સવાર હતા — આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published On - 2:17 pm, Thu, 12 June 25