Ahmedabad: અમદાવાદના ચકચારી 50 કરોડની વ્યાજખોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. વ્યાજખોરીની ફરિયાદ કરનાર ફરિયાદી બિલ્ડર ખુદ જ આરોપી નીકળ્યો છે. અશોક ઠક્કર નામના બિલ્ડરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર રાકેશ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
28 કરોડની પ્રોપર્ટી લઈને લોન કે કોઈ પણ પૈસા નહિ ચૂકવી ઠગાઇ આચરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રાકેશ શાહે દુબઈની એક ફર્મમાં પૈસા બ્લોક થયા તેને કાઢી આપવાનું કહી 6.5 કરોડ રૂપિયા મેળવ્યા હતા. રાકેશ શાહે 34 કરોડની ઠગાઇ આચરી હોવાની અશોક ઠક્કરે ફરિયાદ નોંધાની છે. બિલ્ડર અશોક ઠક્કરે તેના મિત્રની બે પ્રોપર્ટી રાકેશ શાહને આપી હતી. આરોપી રાકેશ શાહએ થોડા મહિના પહેલા 8 જેટલા લોકો વિરુદ્ધ 50 કરોડની વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. 8 પૈકી બિલ્ડર અશોક ઠક્કરે પોતાની પ્રોપર્ટીના પૈસા નહિ ચૂકવી ઠગાઇ કરનાર રાકેશ શાહ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમા આનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ મલિકે લીધો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયુ સન્માન- જુઓ Photos
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:58 pm, Mon, 31 July 23