
એક બાજુ સારા શિક્ષણની વાત કરવામાં આવતી હોય છે. વાલીઓ સારા ભણતર માટે બાળકોને સારી શાળામાં મોકલતી હોય છે. પરંતુ જ્યારે શાળાઓમાં જ ગેરરીતિ થતી હોય તો બાળકોનું ભવિષ્ય શું. તેમજ શાળાઓ પોતાના ફાયદા માટે કોઈ પણ કાવતરું ઘડવાનું બાકી રાખતી નથી. પછી વિદ્યાર્થીઓ હોય કે પછી શાળાના શિક્ષકો આવી જ એક ઘટના હાલ અમદાવાદના ઓઢવ સ્થિત નટરાજ હાઈસ્કુલમાંથી સામે આવી છે. જાણે આ ડમી વિદ્યાર્થીઓ ભરેલી હોય તેવું લાગ્યું છે.
હાલમાં અમદાવાદના ઓઢવની વિવાદિત નટરાજ હાઈસ્કૂલ ચર્ચમાં આવી છે. જેની ચર્ચ માત્ર લોકો નહી હવે તો વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે. ત્યારે બીજો પ્રશ્ન એ સામે આવે કે, જો શાળા જ આવા કાવતરા ઘડતી હોય. તો પછી બાળકોને શિક્ષણ કેવું આપવામાં આવતું હશુ.ઓઢવ સ્થિત નટરાજ હાઈસ્કૂલને શિક્ષણ વિભાગ તરફથી નોટિસ મળી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધોરણ 9 થી 12ના 318 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગેરહાજર હતા. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ શંકાસ્પદ ‘ડમી’ (ખોટા) પ્રવેશના મામલે શાળા પાસે ખુલાસો માંગ્યો છે અને 11 નવેમ્બરે સુનાવણી માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
તપાસ બાદ, શાળાને ગેરહાજર વિદ્યાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ શાળા તેમ કરવામાં નિષ્ફળ રહી હતી. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ‘ડમી’ વિદ્યાર્થીઓ હોવાની શંકા છે. સુનાવણી દરમિયાન વર્ગોની સંખ્યામાં ઘટાડો કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે. શાળા સંચાલકોને સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.પરીક્ષામાં 318 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ઓઢવ વિસ્તારમાં આવેલ નટરાજ સ્કૂલને DEOની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સ્કૂલમાં નોકરી કરતા શિક્ષકોના 5 વર્ષ થવા છતાં પગાર ફાઇલ જ જમા કરાવી ન હતી.5 કર્મીઓની પગાર ફાઇલ તો 6 કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત જમા કરાવી નથી. માહિતી ના આપતા કર્મચારીઓને મળવા પાત્ર આર્થિક લાભથી વંચિત રહ્યા હતા.DEO દ્વારા શાળાને એક દિવસમાં તમામ માહિતિ રજૂ કરવા નોટિસ અપાઈ છે.મહત્વનું છેકે, અગાઉ પણ નટરાજ સ્કુલ નિયમોને લઈને વિવાદમાં આવી ચૂકી છે