Pravasi Gujarati Parv 2022 : ગુજરાત અર્થતંત્ર અને આદ્યાત્મનો સુંદર સમન્વય છે : બ્રહ્મવિહારી સ્વામી
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહએ (Amit Shah) ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ ક્ષેત્રના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, કાર્યક્રમમાં BAPS સંસ્થાન સંત બ્રહ્મવિહારી સ્વામીએ પોતાની ઉપસ્થિતી નોંધાવી હતી. આવો જાણીએ સ્વામીએ સભા સંબોધતા શું કહ્યુ

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં (gujarat) ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’ની (Pravasi Gujarati Parv 2022) શરૂઆત થઇ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહએ (Amit Shah) ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ ક્ષેત્રના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, કાર્યક્રમમાં BAPS સંસ્થાન સંત બ્રહ્મ વિહારી સ્વામીએ પોતાની ઉપસ્થિતી નોંધાવી હતી. આવો જાણીએ સ્વામીએ સભા સંબોધતા શું કહ્યુ
કાર્યક્રમમાં પ્રવચન આપતા તેમણે જણાવ્યુ કે આ બે દિવસીય કાર્યક્રમ અર્થતંત્ર અને આધ્યાત્મતાનો સમન્વય છે. અને આવુ એટલા માટે શક્ય છે કારણ કે ગુજરાતીઓ દુધમાં સાકરની જેમ બધી જગ્યાએ ભળી જાય છે. ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુલ સભા વિશે વાત કરતા તે કહે છે કે ગુજરાતી દુનિયાના ખુણે ખુણે પહોચ્યા છે, ગુજરાતી ગ્રેટ છે એમ કહેવા કરતા ગુજરાચી ગુડ છે એમ કહેવુ વધારે સારૂ ગણાય. કારણ કે મહાન થવું મોટી વાત છે પરંતુ જેમા અભિમાનની ભાવના છે, ગુડનેસમાં કોઇ અભિમાનની ભાવના નથી, વધુમાં તેમણે જણાવ્યુ કે ”જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત”, સમગ્ર દુનિયાની એક પણ જગ્યા નહીં હોય જ્યાં ગુજરાતી નહીં પહોંચી શક્યા હોય.ગુજરાતીઓના પાવને ક્યાંરેય નીચો ન આંકવો,ગુજરાતી તો વિશ્વમાનવ છે અને ગુજરાતી તો વિશ્વજાતી છે. એક ગુજરાતીએ ભારત દેશને આખી દુનિયામાં દેશનો ડંકો વગાડ્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરદાર પટેલ અને મહાત્માં ગાંધીએ 75 વર્ષ પહેલા ગુજરાતને સ્વતંત્રતા આપવી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની આ જોડી પણ આ જ વિકાસયાત્રાને આગળ વધારી રહી છે. આપણી પાસે ક્લિયર હેતુ છે તો આપણે ગમે ત્યાં પરિવર્તન કરી શકીએ છીએ. ગુજરાતની ઓળખ ગુજરાત સુધી જ નથી. ઉમાશંકર જોશીએ કહ્યું હતુ કે, એવો તો કેવો ગુજરાતી જે કહે કે તે ગુજરાતી કેવળ….ગુજરાતી એ વિશ્વ માનવી છે. તમે અલગ ઓળખ ઉભી કરો પરંતુ માત્ર ગર્વ માટે નહી પણ ભારત માટે અને સમગ્ર વિશ્વ માટે હોવુ જોઈએ. તો તેમણે કહ્યું કે UN ના ઈતિહાસમાં પ્રમુખ સ્વામીએ ગુજરાતીમાં સંબોધન કર્યું. આ સાથે તેણે gujarat નો અર્થ આપ્યો કે, Genurosity,understanding, joyfull,adventrutres,reliable,aware,trustworthy,industrilist,simple and spirtitual