IRCTC દ્વારા ગુજરાતથી શ્રી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ શરૂ થયું

|

Feb 11, 2022 | 7:01 PM

આઈઆરસીટિસી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરોએ "કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં" ભાગ લેવો જોઈએ અને વહેલી તકે બે ડોઝ રસીકરણના કરાવવા જરૂરી છે અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ.

IRCTC દ્વારા ગુજરાતથી શ્રી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ શરૂ થયું
IRCTC
Image Credit source: File Photo

Follow us on

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રિજનલ ઓફિસ, અમદાવાદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માટે ગુજરાતથી શ્રી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેનનું આયોજન કરેલ છે. જે ટ્રેન 22.02.22 ના રોજ સાબરમતી સ્ટેશન થી રવાના થશે.

IRCTC અમદાવાદના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “22 ફેબ્રુઆરી 2022 ના રોજ શ્રી રામાયણ યાત્રા દર્શન ટૂરમાં મુસાફરોને અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર,સીતાસમાધિસ્થળ, સીતામઢી, પ્રયાગરાજ,ચિત્રકૂટ,શ્રીંગાવપુર ,નાશિક ,હમ્પી ,રામેશ્વરમ માટે લઈ જવામાં આવશે.”

આ પેકેજમાં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન સાબરમતીથી નીકળી સાબરમતી પરત ફરશે. વધુ માહિતી માટે www.irctctourism.com પર લોગ ઇન કરો અથવા 079-26582675, 8287931718, 8287931634, 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે IRCTC ટૂરિસ્ટ ટ્રેન પ્રવાસની માહિતી નીચે મુજબ છે :
પ્રવાસની વિગતો મુસાફરીની તારીખ દર્શન સ્થળ પેકેજ ટેરિફ: – (જીએસટી સહિત) સ્ટાન્ડર્ડ
શ્રી રામાયણ યાત્રા (WZBD314) 22.02.2022 થી 10.03.2022 અયોધ્યા,નંદીગ્રામ,જનકપુર,સીતાસમાધિ સ્થળ,સીતામઢી, પ્રયાગરાજ,ચિત્રકૂટ,શ્રીંગાવપુર , નાશિક ,હમ્પી,રામેશ્વરમ Rs.16,065/- STANDARD CLASS

આઈઆરસીટિસી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવો જોઈએ અને વહેલી તકે બે ડોઝ રસીકરણના કરાવવા જરૂરી છે અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે,

“આરોગ્ય-સેતુ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કંપાર્ટમેન્ટ ની પણ વ્યવસ્થા રહેશે. મુસાફરોને સુખદ મુસાફરી માટે IRCTC ને સહકાર આપવા વિનંતી છે.

આ પણ વાંચો : મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ

આ પણ વાંચો : Kheda : ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને નડિયાદ સેસન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

Next Article