Breaking News : 5 લાખથી વધુ ફેક ID બનાવી, ગુજરાતમાં બોમ્બની ધમકી આપી, સાયબર સેલે બાંગ્લાદેશી આતંકી નેટવર્ક શોધ્યું, જુઓ Video

ગુજરાતમાં સચિવાલય, શાળા અને કોર્ટને ઉડાવી દેવાની ધમકીના ઇમેલ કેસમાં મોટો ખુલાસો થયો છે. સાયબર સેલે તપાસ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમનો કનેક્શન બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે હોવાનું સામે આવ્યું છે.

Breaking News : 5 લાખથી વધુ ફેક ID બનાવી, ગુજરાતમાં બોમ્બની ધમકી આપી, સાયબર સેલે બાંગ્લાદેશી આતંકી નેટવર્ક શોધ્યું, જુઓ Video
| Updated on: Sep 14, 2026 | 7:37 PM

ગુજરાતમાં 10 સપ્ટેમ્બરના રોજ સચિવાલય, શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેલ મળ્યા બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીર મામલામાં ગુજરાત સાયબર સેલે સઘન તપાસ હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે, અને આ ધમકીભર્યા ઇમેલનું કનેક્શન બાંગ્લાદેશના આતંકવાદી નેટવર્ક સાથે હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સાયબર સેલની તપાસમાં બિહારના ભાગલપુરમાંથી આરોપી રોશન કુમારની અટકાયત કરવામાં આવી હતી. વધુ તપાસમાં તેની સાથે ઝારખંડનો ગુલશન કુમાર નામનો વ્યક્તિ પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું. ગુલશન કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ગુલશન કુમાર 2022 થી આ પ્રકારના થ્રેટ ઇ-મેલ બનાવવાનું કામ કરતો હતો અને તે સીધો બાંગ્લાદેશના આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો હતો.

આરોપીઓ આતંકવાદીઓના કહેવા પ્રમાણે કાર્ય કરતા હતા અને તેમને પૈસાના આધારે આદેશ મળતા હતા. તેમણે 5 લાખથી વધુ નકલી ઇ-મેલ આઇડી અને તેના પાસવર્ડ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઇ-મેલ આઇડીનો ઉપયોગ ધમકીભર્યા સંદેશા મોકલવા માટે થતો હતો. સાયબર સેલે આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ પણ જપ્ત કર્યા છે, જે આર્થિક વ્યવહારોની વધુ તપાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

તપાસ અધિકારીઓ દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને ખાસ કરીને તેમના બાંગ્લાદેશ કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકવાદી નેટવર્ક કઈ રીતે આ આરોપીઓનો ઉપયોગ કરતું હતું અને કેટલા લોકોને આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે તે અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે. ઇ-મેલ આઇડી બનાવવા અને મોકલવા ઉપરાંત, આતંકવાદી નેટવર્ક દ્વારા કન્ટેન્ટ તૈયાર કરવા માટે પણ આ આરોપીઓનો ઉપયોગ થતો હતો. બાંગ્લાદેશી આતંકી નેટવર્ક કઈ રીતે આ ફેક આઇડીનો દુરુપયોગ કરતું હતું અને તેના નિર્દેશો કઈ રીતે પહોંચાડવામાં આવતા હતા, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

સાયબર સેલ આ કેસમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શન, નેટવર્કમાં જોડાયેલા અન્ય સભ્યો અને બાંગ્લાદેશી વ્યક્તિની ઓળખ તથા તેની ભૂમિકા અંગેની વિગતો મેળવવા માટે પ્રયત્નશીલ છે. આ ઘટના સાયબર ક્રાઇમ અને આતંકવાદી પ્રવૃત્તિઓ વચ્ચેના જોડાણને દર્શાવે છે અને સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર છે.

અમદાવાદમાં ચાલુ વરસાદે વસ્ત્રાપુર જાઓ તો ધ્યાન રાખજો, વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.