Ahmedabad : આંદોલનની પર્યાય બની બી.જે. મેડિકલ કોલેજ, ફરી MBBSના વિદ્યાર્થીઓ ધરણાના માર્ગે

|

Jul 31, 2022 | 9:59 AM

તબીબો દ્વારા વિવિધ મુદ્દાઓને લઇને વારંવાર વિરોધ પ્રદર્શન (Student Protest) કરવામાં હડતાળ તેમજ ધરણાં યોજવામાં આવી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં તબીબોની છબી ખરડાઇ રહી છે.

Ahmedabad : આંદોલનની પર્યાય બની બી.જે. મેડિકલ કોલેજ, ફરી MBBSના વિદ્યાર્થીઓ ધરણાના માર્ગે
MBBS student protest

Follow us on

અમદાવાદની (Ahmedabad) બી.જે. મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીઓ (MBBS Student)  ફરી ધરણાં પર ઉતર્યા. કોલેજના પ્રથમ વર્ષના એનેટોમી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મોબાઇલ જપ્ત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો.બાદમાં કોલેજ દ્વારા મોબાઇલ પરત આપવા બદલ દંડ ઉઘરાવવામાં આવતા પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.મહત્વનું છે કે તબીબો દ્વારા વિવિધ મુદ્દાઓને લઇને વારંવાર વિરોધ પ્રદર્શન (Student Protest) કરવામાં હડતાળ તેમજ ધરણાં યોજવામાં આવી રહ્યા છે.જેના કારણે રાજ્યમાં તબીબોની છબી ખરડાઇ રહી છે.

વારંવાર વિરોધ પ્રદર્શનને પગલે તબીબોની છબી ખરડાઇ

થોડા દિવસો અગાઉ પોતાની પડતર માગને લઇ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ (Junior Resident Doctors) વિરોધ દર્શાવ્યો હતો. આરોગ્ય પ્રધાન  દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપ્યા બાદ પણ અમદાવાદ સિવિલ કેમ્પસમાં (Ahmedabad Civil Campus) રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત જોવા મળી હતી. સરકાર અને તબીબોની લડાઈ વચ્ચે દર્દીઓ વારંવાર પિસાઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

દર્દીઓની સારવાર પર થઇ રહી છે અસર

પોતાની માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી છે, તબીબોની હડતાળ (Resident doctor strike) 17 જુલાઈએ પણ યથાવત હતી. તો બીજી તરફ તબીબોની હડતાળને કારણે રાજ્યની આરોગ્ય સેવા પર અસર પહોંચી હતી. જેને લઈને બીજે મેડિકલના હડતાળ પર ઉતરેલા તમામ તબીબને નોટિસ ફટકારાઈ હતી. નોટિસમાં  કહેવાયુ હતુ કે, તબીબો ફરજ પર હજાર નહીં થાય તો બેદરકારી, સારવારમાં નિષ્કાળજી, વહીવટી આદેશ પ્રત્યે બેજવાબદાર હોવા મુદ્દે કડક પગલાં લેવાશે.

Next Article