અમદાવાદ ઍૅરપોર્ટ પરથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં અનેક ચોંકવાનારા ખૂલાસા થઈ રહ્યા છે. આ આતંકીઓના નિશાને ભાજપ અને આરએસએસના નેતાઓ હતા અને તેમની ટાર્ગેટ કિલિંગનો પ્લાન હતો. ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યુ છે કે ચાર પૈકી બે આતંકીઓ 7 થી 8 વખત ભારત આવી ચુક્યા છે. એક આતંકીએ પોતાની ખોટી ઓળખ ટેક્સ્ટાઈલના વેપારી તરીકેની બતાવી હતી. બીજો આતંકી અગાઉ સ્મગલિંગ માટે ભારત આવ્યો હતો
આ ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી ટ્રેનિંગ ચાલી રહી હતી. હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો. એટીએસએ ચારેય આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારને જાણ કરી છે. એટીએસને આરોપીઓના મોબાઈલમાંથી શપથ લેતો વીડિયો અને પાકિસ્તાન સ્થિત તેમનો આકા અબુ બકર પાકિસ્તાનીનો ફોટો મળી મળી આવ્યો છે. તેમની પાસેથી બે નવા મોબાઈલ મળી આવ્યા હતા.
હમાસ અને પેલેસ્ટાઈનની ઘટના બાદ આ આતંકીઓ વધુ સક્રિય થયા હતા. આતંકીઓને કહેવામાં આવ્યુ હતુ કે ભારત અને યુએસએ હમાસને મદદ કરી રહ્યા છે. અમદાવાદ નજીક નાના ચિલોડામાં અંદાજે એક મહિનાની અંદર જ હથિયારો મુકવામાં આવ્યા હોવાનો અંદાજ છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસએ તપાસ શરૂ કરી છે. આ તપાસમાં એટીએસએ 6 દુભાષિયા સાથે રાખીને પૂછપરછ શરૂ કરી છે. આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે.
હાલ એટીએસએ તેમના ફોનમાંથી હિસ્ટ્રી રિકવર કરવા માટે FSLમાં મોકલ્યા છે. ચારેય આતંકીઓને અલગ અલગ રાખી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આતંકીઓ સિગ્નલ એપથી વાતચીત કરતા હતા. અબુ સાથે પાકિસ્તાનમાં પણ વાતચીત માટે સિગ્નલ એપનો ઉપયોગ કરતા હતા. બે મોબાઈલથી ચેન્નાઈ ઍરપોર્ટના વાઈફાઈનો ઉપયોગ કર્યો હતો. એટીએસએ ચેન્નાઈ અને અમદાવાદ ઍરપોર્ટના વાઈફાઈ ડેટા મગાવ્યા છે. તમિલનાડુ એટીએસની એક ટીમ ગુજરાત પહોંચી છે. કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્યની પોલીસ પણ તપાસ કરશે.
આતંકી ફારીસ ડ્રગ્સ કેસમાં પણ પકડાયેલો છે. આતંકી નુસરાથ ડ્રગ્સ સ્મગલર છે. જ્યારે રસદિન આતંકી પર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં મારામારીના 5 ગુના નોંધાયેલા છે.
આઈએસઆઈએસના ચાર આતંકીઓ ઝડપાવવા મામલે ATS DIG સુનિલ જોષીએ જણાવ્યુ કે ફોનના ડિવાઈસ મળ્યા છે તેને FSLમાં મોકલી પૃથક્કરણ કરવામાં આવી રહ્યુ છે. તેમાંથી મળેલા ડેટા, મેલ આઈડી અને એપ્લીકેશન નો ડેટા મેળવી રહ્યા છે. સેન્ટ્રલ અને વિવિધ રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે. તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે અને રીઢા ગુનેગારો છે.
હાલ ચારેયની પૂછપરછ માટે તમિલનાડુ એટીએસ અમદાવાદ પહોંચી છે. ચારેય આતંકીઓ કોલંબોથી ચેન્નાઈ થી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તમિલનાડુના સંપર્કો અને રોકાણ તથા અન્ય બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. DYSP કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ તપાસ કરશે. સેન્ટ્રલની અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ જોઈન્ટ ઈન્ટરોગેશન કરશે.
આ આતંકીઓના નિશાને ભાજપ અને RSS ના સભ્યો હતા. તેમની ટાર્ગેટ કિલિંગનો પ્લાન હતો. અબુ બકર બગદાદીના ઈશારે ચારેય આતંકીઓ કામ કરતા હતા. યહૂદીઓ અને ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થળ પણ આતંકીઓના નિશાને હતા. કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ્સને આધારે ગુજરાત ATS એલર્ટ પર હતુ અને છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ પર ગુજરાત ATSએ વોચ ગોઠવેલી હતી. મેટ્રોપોલિટન કોર્ટે ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આતંકીઓ ISISની વિચારધારા સાથે જોડાઈ જેહાદી માનસિકતા ધરાવતા થયા હતા. તેમની પાસેથી પાકિસ્તાની બનાવટની ત્રણ પિસ્તોલ, 20 કારતૂસ મળ્યાં છે. પિસ્ટલ પર સ્ટારનું નિશાન છે જ્યારે કારતૂસ પર FATA લખેલું છે, આ ફાટા પાકિસ્તાનમાં આવેલુ છે. આતંકીઓ પાસેથી ISISનો કાળો ફ્લેગ પણ મળી આવ્યો છે.
Published On - 7:36 pm, Tue, 21 May 24