VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દર્દીના મોત અંગે દર્દીના સગાને છેક નવમાં દિવસે જાણ કરી !

|

May 13, 2020 | 8:37 AM

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પોરબંદરના કોંગ્રેસ મહામંત્રી અને ખારવા આગેવાનને કેન્સરની સારવાર માટે સિવિલમાં 4મેના દિવસે દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ કોરોનાની આશંકા હોવાથી તેમને આઈસોલેશનમાં રાખ્યા પરંતુ સારવાર દરમિયાન કેન્સરના દર્દી પ્રવિણ બરીદુનનું મોત થયું હતું. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં […]

VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દર્દીના મોત અંગે દર્દીના સગાને છેક નવમાં દિવસે જાણ કરી !

Follow us on

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પોરબંદરના કોંગ્રેસ મહામંત્રી અને ખારવા આગેવાનને કેન્સરની સારવાર માટે સિવિલમાં 4મેના દિવસે દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ કોરોનાની આશંકા હોવાથી તેમને આઈસોલેશનમાં રાખ્યા પરંતુ સારવાર દરમિયાન કેન્સરના દર્દી પ્રવિણ બરીદુનનું મોત થયું હતું.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પરપ્રાંતીયો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કે સિવિલ તંત્રએ દર્દીના સગાને જાણ કરવાની પણ તસ્દી ન લીધી. પ્રવિણ મરીદુનના મોત અંગે દર્દીના સગાને છેક 9માં દિવસે જાણ કરી. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો કે 4 તારીખે દાખલ કર્યા બાદ મારા પિતાનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો. જો કેન્સરથી મોત થયું હોય તો અમને છેક નવમાં દિવસે જાણ કરી. અમે પિતાના સ્વાસ્થ્ય અંગે વારંવાર ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો. પરિવાર ચિંતામાં હોવા છતાં અમદાવાદ સિવિલના તંત્રએ કોઈ જાણ ન કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી ચિંતાજનક છે. જો કે સિવિલના વડા એમ.એમ. પ્રભાકરે કોઈ બેદરકારી ન હોવાનું જણાવ્યું હતું કે દર્દીનું મૃત્યુ થયું ત્યારે કોઈ સગા મળ્યા નહી આ અંગે સિવિલ તંત્રએ 3 દિવસ સુધી દર્દીના સગાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

Next Article