
Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના સાણંદના મોરૈયામાં બેંક ઓફ બરોડા દ્વારા લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં કેસર સીટી,મોરૈયા, સાણંદ, અમદાવાદમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટ નંબર, બી/104 કેસર સીટીની મિલકતની ઇ -હરાજી કરવામાં આવશે . જેની રિઝર્વ કિંમત રૂપિયા 8,16,480 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 81,648 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ રૂપિયા 50,000 મુજબ છે. જેની નિરીક્ષણની તારીખ : 17.06.2023 સવારે 11.00 થી 2.00 વાગે સુધી છે. જ્યારે તેની ઇ- હરાજી તારીખ 21.06.2023 થી બપોરે 2. 00 વાગેથી 6 વાગે સુધી છે.
Sanand Moraiya E Auction Detail
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો બેંક ઓફ બરોડાના સિક્યોર લેણદાર તરીકે છે.
Sanand Moraiya E Auction Paper Cutting
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Ahmedabad માં ભારે પવન સાથે વરસાદ, સાબરમતી નદી તોફાની બની, જુઓ Video