ગુજરાતના અમદાવાદમાં સરદારનગર નરોડામાં ચોલા મંડલમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા બાકી લેણાની વસૂલાત માટે મકાનની જાહેર હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં સરદાર નગર ઓનર્સ વાલ્મીકિ સોસાયટીમાં મકાન-નંબર -2 ની જાહેર ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત 1,32,52,500 રાખવામાં આવી છે. જેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 13,25,250 નક્કી કરવામાં આવી છે. જેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 રાખવામાં આવી છે. જેની ઇએમડી જમા કરાવવાની છેલ્લી તારીખ 27.03.2023 સાંજે 5. 00 વાગ્યે સુધી છે. તેમજ ઇ- હરાજી તારીખ 28.03.2023 , સવારે 11. 00 થી 1. 00 વાગ્યે સુધી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસશે, 17 જિલ્લામાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી
Published On - 5:41 pm, Mon, 13 March 23