ધંધુકા (Dhandhuka) માં કિશન ભરવાડની હત્યા કેસમાં ATS એ દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરી લાધા બાદ તેને અમદાવાદ લવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર રનવેનું કામ ચાલુ હોવાથી ઉસ્માનીને કારમાં છેક દિલ્હીથી અમદાવાદ (Ahmedabad) સુધી લવાયો હતો.
કિશન ભરવાડની હત્યા કેસમાં બે શાર્પ શુટરની ધરપકડ અને અમદાવાદના મૌલાના અયુબની ધરપકડ બાદ આ હત્યાકાંડમાં દિલ્હીના એક મૌલાનાની પણ સંડોવણી હોવાની બાતમીના આધારે ATS ની ટીમ દિલ્હી પહોંચી હતી અને ત્યાંથી કમરગની ઉસ્માનીની ધરપકડ કરી લીધી હતી.
કમરગની ઉસ્માની ધંધુકા હત્યા કેસના શાર્પશૂટરને મળ્યો હતો કે નહીં અને કઈ રીતે સંપર્કમાં આવ્યો તે અંગે તપાસ થશે. આ બધા વચ્ચે મુંબઇ અને જમાલપુરમાં મુલાકાત થઈ હોવાની જાણાકારી મળી રહી છે તેથી તેના પુરાવા પણ એકઠા કરાશે.
ધંધુકા હત્યા પહેલા પોરબંદરમાં પણ એક હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું. જેમાં પોરબંદરમાં સાજણ ઓડેદરા નામના શખ્સની હત્યાનો પ્લાન હતો. આ માટે શાર્પશુટર શબ્બીર સાથે મૌલાના ત્યાં ગયો હતો, પણ હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. બાદમાં ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરાઈ હતી.
સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરવાવાળાને સબક શિખવવા માટે મૌલાના સહિતના લોકોએ આખું નેટવર્ક બનાવ્યું હતું અને તેમાં તે આવી પોસ્ટ કરનારાને નિશાન બનાવવાના હતા. આ માટે તેઓનું સોશિયલ મીડિયામાં કોઈ સંગઠન એક્ટિવ છે કે કેમ તેની તપાસ સહિત તમામ વિગતો એકઠી કરવા માટે કમરગની ઉસ્માનીની પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Pipavav port: ગ્લોબલ રાની શિપ પર જામનગર DRIના દરોડા, પ્રતિબંધિત ઇરાનથી આવતા 3800 ટન ડામર અને શિપ જપ્ત કરાયું
આ પણ વાંચોઃ નવસારી : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના સસ્પેન્ડેડ ઉપ-પ્રમુખ મેઘના પટેલની જમીન છેતરપીંડી કેસમાં ધરપકડ
Published On - 5:42 pm, Sun, 30 January 22