અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં ઝડપાયુ વધુ એક ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ, ચાર સીમબોક્સ સાથે બે આરોપીની ધરપકડ

|

Jun 02, 2023 | 8:33 PM

Ahmedabad: અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં સાયબર ક્રાઈમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. સાયબર ક્રાઈમે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે મહારાષ્ટના ભીવંડીથી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યુ છે. પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપી મશીદ ગુલશેરખાન અને મોહમ્મદ શાહિદ આલમની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં ઝડપાયુ વધુ એક ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ, ચાર સીમબોક્સ સાથે બે આરોપીની ધરપકડ

Follow us on

Ahmedabad: અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકીભર્યા મેસેજ મોકલવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. UP, MP બાદ સાયબર ક્રાઇમે હવે મહારાષ્ટ્રના ભિવંડીથી ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે. પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપી મશીદ ગુલશેર ખાન અને મોહમ્મદ શાહિદ આલમની પણ ધરપકડ કરી છે. સાથે જ સાયબર ક્રાઇમે દરોડા પાડીને 4 સિમ બોક્સ, 3 રાઉટર, 3 મોબાઇલ, લેપટોપ અને 605 સિમકાર્ડ પણ જપ્ત કરી લીધા છે.

VOIP મારફતે પ્રિ-રેકોર્ડ મેસે મોકલી દહેશત ફેલાવતા

આરોપી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જમાં VOIP મારફતે આતંકવાદી પ્રવૃતિ આચરીને દહેશત ફેલાવતા હતા. હજારો લોકોને એક સાથે પ્રિ-રેકોર્ડ મેસેજ મોકલતા હતા. એક સિમબોક્ષમાં 40 જેટલા રાજ્યોના સિમકાર્ડ ફિટ થતા હોય છે. આરોપી VOIP સર્વિસનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય કોલ રૂટને લોકલ કોલમાં ટ્રાન્સફર કરતા હતા. નેટવર્ક ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોલ થતાં હોવાનું સામે આવ્યું છે.

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમની મુલાકાત સમયે પ્રિ રેકોર્ડ મેસેજથી અપાઈ હતી ધમકી

પકડાયેલ મશીદ અને શાહિદની પૂછપરછ કરતા સામે આવ્યું કે ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ સાચવ માટે પૈસા મળતા હતા. આ ગેરકાયદેસર નેટવર્ક ઉભું કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે. જે છેલ્લા એક વર્ષથી ભાડે મકાન રાખીને સિમબોક્ષ મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળા મેસેજ અને કોલિંગ કરવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો. આ નેટવર્ક સાથે જોડાયેલા ખાલીસ્તાનના શીખ ફોર જસ્ટિસ સંગઠનના મુખ્ય સૂત્રધાર ગુરુપતસિંહ દ્વારા મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતના PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ હાજર રહેવાના હતા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

તે સમયે ધમકી ભર્યા પ્રિ રેકોર્ડ મેસેજ અમદાવાદમાં કરવામાં આવ્યા હતા. જેમાં સાયબર સાયબર ક્રાઇમ બ્રાંચે અગાઉ 3 આરોપીને પકડીને 16 જેટલા સિમબોક્ષ કબ્જે કર્યા હતા. આ કેસમાં વધુ તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જથી ચાલતી દહેશતની પ્રવૃત્તિને ખુલી પડી રહી છે.

આ પણ વાંચો: Breaking News : અમદાવાદથી SOGએ 18 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ

ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ વધુ રાજ્યોમાં ફેલાયુ હોવાની આશંકા

ગુનાહિત પ્રવૃત્તિ માટે ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ અન્ય રાજ્યોમાં ફેલાયા હોવાનું સાયબર ક્રાઇમે શંકા વ્યક્ત કરી છે. આ નેટવર્ક દ્વારા આતંકી પ્રવૃત્તિ અન્ય ગુનાહિત કાવતરું રચવા માટે ઉપયોગ થતું હોવાની શક્યતાને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચની જુદી જુદી ટીમે વોન્ટેડ આરોપી શોધખોળ શરૂ કરી છે.

Next Article