અમદાવાદ આનંદ નગર રોડ પર અકસ્માતની ઘટના બની છે. વોલ્વો કારનો અકસ્માત સર્જાતા ઈજા થઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. વોલ્વો કાર ચાલક બેફામ રીતે આવી એક્ટિવા સાથે ટક્કર માટી હતી, જે દરમ્યાન આ ઘટના બની હતી. અકસ્માતને લઈ પોલીસે વોલ્વો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બેફામ રીતે વાહન ચલાવતા વાહન ચાલકોને લઈ પોલીસ તેમના વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જેની વચ્ચે અમદાવાદના આનંદ નગર ખાતે ફરી આવી ઘટના બની છે. વોલ્વો કારે બેફામ રીતે ગાડી હંકારી લાવી એક્ટિવાને ટક્કર મારી હતી. ઘટના બનતા પોલીસ સ્થળ પર તો પહોંચી પરંતુ કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહતી અંતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક ફરિયાદ આપવા તૈયાર થયો હતો.
મહત્વનું છે કે સ્થળ પર એક્ટિવા ચાલક સહિત અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી. વોલ્વો કાર ચાલક દારૂના નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં કાર ચાલકને પણ ઇજા પહોચી હતી. ધડાકાભેર કાર અથડાતાં કાર ચાલકને પહોચેલી ગંભીર ઇજાને લઈ તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યથી સારવાર લીધા વિના કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર ચાલકનની શોધખોળ હાથ ધરી છે.
શનિવારે રાજ્યમાં બે અકસ્મતાની ઘટના બની હતી જેમાં 9 લોકોનું મૃત્યુ થયી હતું. આ મૃતકોના પરિજનોને મોરારી બાપુએ 11 હજારની સહાય અર્પણ કરી છે. રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.
સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:52 pm, Mon, 8 May 23