Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે

|

Apr 17, 2022 | 7:34 AM

AMTS દ્વારા 6થી 8 વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો (Private operators) પાસેથી 118 નોન એસી સીએનજી મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે ચલાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 આઈસર બસ અને 47 ટાટા મેઈક બસ ખરીદવામાં આવશે.

Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે
AMTS continuously making loss (File Image)

Follow us on

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન સંચાલિત AMTS છેલ્લા ઘણા સમયથી ખોટ કરી રહી છે. AMTSને છેલ્લા 9 મહિનામાં 238 કરોડની ખોટ ગઈ છે. છતાં પણ AMTSનું તંત્ર ખાનગી ઓપરેટરો ઉપર મહેરબાન હોય તેવુ જોવા મળી રહ્યુ છે. કરોડોના નુકસાન છતાં પણ તંત્ર દ્વારા 118 મીડીબસ ખરીદવામાં આવશે. કોર્પોરેશન (Corporation) જાતે એએમટીએસ ચલાવવાને બદલે ખાનગી ઓપરેટરોને બસો સોંપી કરોડોની ખોટ ખાય છે. ત્યારે વિપક્ષે એએમસી દ્વારા ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદની લાઈફ લાઇન ગણાતી AMTS વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. વર્ષ 2021ના 9 મહિનામાં AMTSને 281 કરોડનો ખર્ચ થયો છે. 281 કરોડના ખર્ચ સામે આવક માત્ર 43 કરોડની થઈ છે. આમ 9 મહિનામાં AMTSને 238 કરોડનું નુકસાન થયુ છે. કરોડોના નુકસાન છતાં AMTS દ્વારા નવી 118 મીડી CNG બસની ખરીદી કરાશે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે નવી બસો ખાનગી ઓપરેટરોને પ્રતિ કીલોમીટર 45 રૂપિયાથી વધુનો ભાવ ચૂકવી ઓપરેટરોને ફાયદો કરાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

AMTS દ્વારા 6થી 8 વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો પાસેથી 118 નોન એસી સીએનજી મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે ચલાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 આઈસર બસ અને 47 ટાટા મેઈક બસ ખરીદવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ રોડ ઉપર હાલમાં ખાનગી ઓપરેટરોની 600થી વધુ બસ દોડાવાઈ રહી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMTS ખાનગી ઓપરેટરો માટે નહીં પણ મુસાફરો માટે ચલાવવામાં આવે છે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવા મોટાભાગે ખોટમાં જ ચાલતી હોય છે.

હાલ AMTS દ્વારા ખાનગી ઓપરેટરોને પ્રતિ કિલોમીટર 42 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં તેનાથી પણ વધુ ભાવ પ્રતિ કિલોમીટર ઓપરેશન અને મેઈન્ટેઈનન્સ સાથે આપવામાં આવશે. આમ એક સમયે નફા સાથે દોડતી AMTS ખાનગી ઓપરેટરોના લાભાર્થે દોડાવવામાં આવતી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કપરી આર્થિક પરિસ્થિતિ તથા દેવાના ડુંગર હેઠળ દબાયેલી AMTS મુસાફરોને ધ્યાનમાં રાખી સવલત આપવાના બદલે ખાનગી ઓપરેટરોને લાભ કઈ રીતે મળે એ બાબતને અગ્રીમતા અપાઈ રહી છે.

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન મંજૂર, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો-Ahmedabad: અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા AAP માં મોટું ભંગાણ, 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article