સુરતમાં જાહેર સ્થળો પર લોકોની ભીડ, કોરોના ગાઈડલાઇન ભુલાઈ

|

Dec 05, 2021 | 11:12 AM

સુરતમાં લોકો હજુ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે. તેમજ આજે રવિવારે રજાનો દિવસ હોવાના લીધે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ લોકો રમવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા છે.

ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) નવા વેરીએન્ટ ઓમિક્રોનની(Omicron)એન્ટ્રી થઈ ચુકી છે છતા લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેમાં સુરતમાં(Surat)વહેલી સવારે અલગ અલગ સ્થળોએ રમવા અને જોગિંગ અને ચા નાસ્તા કરવાના સ્થળો પર મોટી સંખ્યા લોકોની ભીડ જોવા મળી હતી. તેમજ આ લોકો હજુ પણ કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાને બદલે બેદરકારી દાખવતા જોવા મળી રહ્યા છે.

સુરતમાં લોકો હજુ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે. તેમજ આજે રવિવારે રજાનો દિવસ હોવાના લીધે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ લોકો રમવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા છે. જો કે આ લોકો પણ કોરોનાના નિયમો ભૂલ્યા છે. તેવા સમયે આગામી દિવસોમાં સરકાર માટે કોરોના નિયમોના પાલન માટે ફરી એક વાર કડક કાર્યવાહી કરવી પડશે તેમાં કોઇ બે મત નથી.

આ ઉપરાંત હાલ શિયાળાની સિઝનમાં લોકો વહેલી સવારે ચાલવા માટે પણ નીકળતા હોય છે અને ઠંડીની મોસમમાં લોકો સવાર સવારમાં ચાની કિટલી સહિતની જગ્યાઓએ ભેગા થઇ રહ્યા છે. જો કે આ તમામ સ્થળો કોરોના ગાઇડ લાઇન ભુલાઇ ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનની  એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

આ પણ વાંચો : ભાવનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ આવતા લોકોમાં ફફડાટ

આ પણ વાંચો :દુબઈથી દાહોદમાં આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ, સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મોકલવામાં આવ્યા

 

Next Video