ભાવનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ આવતા લોકોમાં ફફડાટ

ભાવનગર શહેરમાં સરટી હોસ્પિટલ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં 23 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતના(Gujarat) ભાવનગર(Bhavnagar)  શહેરમાં એક જ દિવસમાં 11 લોકો કોરોના(Corona) પોઝિટિવ આવતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો બીજી તરફ તંત્ર માટે ચિંતા નું કારણ બન્યું છે હાલમાં સરટી હોસ્પિટલ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં 23 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ ભાવનગર શહેર-જિલ્લામાં ફરી એન્ટ્રી કરી હોય અને ત્રીજા લહેર દસ્તક દઈ રહી હોય એવું હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે ભાવનગર શહેર અને જિલ્લા માથી છેલ્લા પાંચ દિવસથી દરરોજ એકલ-દોકલ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે.

ત્યારે શનિવારે  સાંજે તંત્ર દ્વારા જાહેર કરેલ કરંટ બુલેટિનમા આજે ફક્ત ભાવનગર શહેર માથી એક જ દિવસમાં અને એક જ સાથે 11 પોઝિટિવ કેસ નોંધાતા જાહેર જનઆરોગ્ય ક્ષેત્રે છવાયેલી શાંતિ એકાએક ડહોળાઈ છે અને લોકો માં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો ત્યારે બીજી તરફ તંત્ર માટે પણ આ મોટી ચિંતા નું અગ્રતમ કારણ બન્યું છે.

આ પણ વાંચો: દુબઈથી દાહોદમાં આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ, સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મોકલવામાં આવ્યા

આ પણ વાંચો :  9 વર્ષના બાળક જેવો દેખાય છે આ 19 વર્ષનો યુવાન, જાણો ઇન્સ્ટાગ્રામે કેમ બેન કર્યુ તેનું એકાઉન્ટ

 

  • Follow us on Facebook

Published On - 9:58 am, Sun, 5 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati