અમદાવાદમાં ફરી એકવાર મ્યુ કોર્પોરેશનના ડમ્પરે એક જીવ લઈ લીધો, માસૂમ બાળક પર ડમ્પર ચઢાવી દીધું, અકસ્માત કરી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો
અમદાવાદ શહેરમાં (Ahmedabad) આજે સામાન્ય વ્યક્તિને હચમચાવીને રુંવડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. આઝાદ સોસાયટીમાં રહેતા સુરભીબેન તેના 5 વર્ષના દીકરા દહરને આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલ મુકવા જતી હતા. ઘરેથી હસતો રમતો જતો દહર તેની માતા સાથે વાતો કરતો હતો. તેઓ સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે મ્યુ કોર્પોરેશનની (AMC) કચરો ભરવાની ટ્રક (Dumper) તેમના પર ચડી ગઈ હતી . આ અકસ્માતમાં (Accident) દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. દહરના માથા પરથી ટાયર ફરી વળતા તે ત્યાં કચડાઇ ગયો હતો. તેનાં માસના લોચા રોડના ડામર સાથે ચોંટી ગયા હતા. બાળકનું ધટના સ્થળે મોત નીપજ્યું અને મહિલાને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે .
આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમના પત્ની સુરભી 5 વર્ષનું બાળક દહર અને પિતા સાથે રહે છે. રોનક ભાઈ રોજ તેમના દીકરાને સ્કૂલે મુકવા જાય છે. આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. આજે સવારે રોનકભાઈના પિતાને ઓપરેશન હોવાથી તેઓ તેમના પિતાને લઈને દવાખાને ગયા હતા .એટલે સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા. સુરભીબેન દહરને લઈને સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા હતા. ત્યારે નહેરુનગર તરફથી AMCનો કચરાનું ડમ્પર આવતું હતું. તેને સુરભીબેનની એક્ટિવાને ટક્કર મારી હતી. જે સમયે દહર આગળ બેઠો હતો. તે એક્ટિવા પરથી ફગોળાઈને નીચે પટકાયો જ્યારે બીજી તરફ સુરભીબેન પણ ફગોળાઈને પટકાયા હતા. આ ડમ્પર એટલી સ્પીડે હતું કે તે દહર પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું.
અકસ્માત થતા દાહર ઘટનાસ્થળે મોત નીપજ્યું. આ બાળકની લાશના અવશેષ આમ તેમ વિખરાઈ ગયા હતા, એને કપડામાં ભેગા કરવામાં આવ્યા હતાં અને પોટલું વાળીને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું. આ જગ્યાએ હાજર લોકો આ દ્રશ્ય જોઈને ફફડી ઉઠ્યા હતા. હાલ તો આ પ્રકરણમાં ડમ્પર ચાલક ફરાર છે તેને લઈ એમ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી પકડવા માટે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :જામનગરઃ સરકારી પોલીટેકનિક કોલેજને NBA તરફથી બે કોર્સને એક્રેડિટેશન
આ પણ વાંચો :મોંઘવારીનો માર: લો બોલો ! હવે મોબાઈલ એસેસરીઝની ખરીદી પર લીંબુ અને ફોનની ખરીદી પર પેટ્રોલ ફ્રી
Published On - 1:19 pm, Thu, 21 April 22