અમદાવાદ શહેરમાં લગ્ન પ્રસંગો માટે ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ઊંચા ભાડાં મધ્યમ વર્ગ માટે ભારે પડી રહ્યા છે. તેથી, AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા આપવામાં આવતા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટોની માગ વધતી જાય છે.
Ad
Follow us on
AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા તૈયાર થયેલા જોધપુર, મક્તમપુરા અને ઇસનપુર વિસ્તારમાં આવેલા ત્રણ કોમ્યુનિટી હોલના ભાડાં નક્કી કરવામાં આવ્યા. ઇસનપુર કોમ્યુનિટી હોલનું સૌથી ઓછું ભાડું રૂપિયા19,000 જ્યારે જોધપુર કોમ્યુનિટી હોલનું સૌથી વધુ ભાડું રૂપિયા 50,000 નક્કી કરાયું છે.
AMC કોમ્યુનિટી હોલના ભાડાં
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં AMC હોલ અને પાર્ટી પ્લોટોની લોકપ્રિયતા વધી રહી છે. જોધપુર વિસ્તારમાં 4,660 ચો.મી. વિસ્તારમાં A.C. કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે.