અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

|

Nov 09, 2021 | 2:54 PM

આ‌ વર્ષે કોરોના ગાઈડ લાઈન મુજબ ફક્ત 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ છઠ ઉત્સવ આયોજન સમિતિ છઠ ઘાટ પર આવવા માંગતા લોકોનું રજિસ્ટ્રેશન કરી રહી છે.

અમદાવાદમાં(Ahmedabad)છઠ પૂજાને (Chhath Puja) લઈને એએમસી(AMC)દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નર્મદા કેનાલમાંથી પાણી છોડીને કુંડમાં સ્વચ્છ પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે પૂજા સાબરમતી નદી પરના ઈન્દિરાબ્રિજ નીચે છઠ ઘાટ ખાતે કરાય છે .

જો કે આ‌ વર્ષે કોરોના ગાઈડ લાઈન મુજબ ફક્ત 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ છઠ ઉત્સવ આયોજન સમિતિ છઠ ઘાટ પર આવવા માંગતા લોકોનું રજિસ્ટ્રેશન કરી રહી છે. તેમજ લોકોને અલગ અલગ સમય પણ ફાળવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતીયો માટે છઠ પૂજા પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ઉતર ભારતીયો માટે છઠ પૂજા એ અતિ પવિત્ર તહેવાર માનવામાં આવે છે,બિહાર,ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં લોકો છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. નદી કિનારે આથમતા સૂર્યને નમન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે, તેવી જ રીતે અમદાવાદમાં સાબરમતી નદી કિનારે  આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

દિવાળી બાદ આવતી છઠ નું ઉત્તરભારતમાં અતિ મહત્વ હોય છે.ઉત્તર ભારતીય લોકો નદી કિનારે સૂર્યને નમન કરે છે અને પૂજાની સામગ્રી સાથે આવતા શ્રદ્ધાળુઓએ નદીના પાણીમાં પૂજા અર્ચના કરી હતી. વિવિધ પ્રકારના ફળ શેરડી થી ભગવાન સૂર્ય નારાયણ ની પૂજા કરે છે કહેવાય કે છે કે આ પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી વધે છે

આ પણ વાંચો : ગુજરાત સરકારનો શ્રમજીવીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ચાર સ્થાનોએ શ્રમિકો માટે બનશે આવાસ

આ પણ વાંચો : દિવાળી બાદ સૌરાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ, રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં કુલ 11 કેસો સામે આવ્યાં

Published On - 2:49 pm, Tue, 9 November 21

Next Video