અમદાવાદમાં કુખ્યાત નજીર વોરાના ગેરકાયદે બાંધકામ તોડવાની એએમસીએ શરૂઆત કરી

|

Nov 30, 2021 | 12:04 AM

અમદાવાદ કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે નજીર વોરાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં પાંચ જેટલી ગેરકાયદે મિલકતોને તોડી પાડવામાં આવી છે.

અમદાવાદમાં(Ahmedabad)  એક સમયના કુખ્યાત અને લતીફના સાગરીત એવા નજીર વોરાના(Nazir Vora) ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ એએમસીએ ( AMC) ડિમોલેશનનો હથોડો ઉગામ્યો છે.અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગે વેજલપુર સોનલ સિનેમા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં નજીર વોરાએ બાંધેલા ગેરકાયદે ગેમ ઝોનના બાંધકામને તોડી પાડ્યું.

અમદાવાદ કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં પાંચ જેટલી ગેરકાયદે મિલકતોને તોડી પાડવામાં આવી છે.નજીર વોરાએ શહેરના જુહાપુરા, વેજલપુર અને સરખેજમાં ગેરકાયદે બિલ્ડિંગો ખડકી દીધી હતી.

આ પૂર્વે ગેરકાયદે મિલકતો પર અમદાવાદમાં કોર્પોરેશને તવાઈ બોલાવી  હતી. જેમાં  જુહાપુરામાં આવેલા ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાનું ગેરકાયદે એપાર્ટમેન્ટ કોર્પોરેશને તોડી પાડ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરી છે. ત્યારે હવે આ બાંધકામો સામે પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે,આ પૂર્વે  અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત ગુનેગારોના ઘરે મોટી વીજચોરી ચાલતી હોવાની વિગતો પોલીસને મળી હતી.જોકે  ડીસીપી ઝોન-7ની આગેવાનીમાં નઝીર વોરા સહિતના કુખ્યાત ગુનેગારોના ઘરે વીજ વિભાગના કર્મચારીઓએ રેડ પાડી હતી. તેમજ હાલમાં નજીર વોરાને પાસા હેઠળ ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.  નઝીર વોરા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અને ચોરી જેવા અનેક ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચો : સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાનું ચાલુ રાખવા તાકીદ

આ પણ વાંચો : ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

Published On - 11:51 pm, Mon, 29 November 21

Next Video