
હવામાનવિદ અંબાલાલ પટેલે આપેલી નવીન આગાહીઓ મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. શક્તિ વાવાઝોડું હાલ નબળું પડતું દેખાઈ રહ્યું છે, પરંતુ આ બદલાવ રાજ્યમાં આંધી, વંટોળ અને ભારે વરસાદ લઈને આવી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા વાતાવરણમાં મોટો પલટો આવશે. તેની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાશે. આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડવાની શકયતા છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
28 મેથી લઈને જૂનના પ્રારંભ સુધી, રાજ્યમાં કેટલાક સ્થળોએ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે.
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, ભારે પવન ફૂંકાવાના કારણે ચોમાસુ પૂર્વ પાકો પર સીધી અસર પડી શકે છે. ખેડૂતોને અનુકૂળ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
#WATCH | Ahmedabad, Gujarat | On rainfall warning, AK Das, Director, IMD Ahmedabad says, “There is a possibility of light and moderate rain in Gujarat for the next 7 days. There will also be a thunderstorm. Today, the wind speed will be 45-50 kilometres per hour. Warning of heavy… pic.twitter.com/mHqarzhBss
— ANI (@ANI) May 24, 2025
હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. અને તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. હાલ તે ગુજરાતથી 500 કિ.મી. દૂર છે. જ્યારે મહારાષ્ટ્રના રત્નાગિરીથી 40 કિમી દૂર છે. જો કે તેને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અને એટલે જ ગુજરાતના બંદરોને એલર્ટ કરી દેવાયા છે.
ગુજરાતમાં વરસાદની ચેતવણી અંગે, IMD અમદાવાદના ડિરેક્ટર એકે દાસ કહે છે કે, “આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડું પણ આવશે. આજે પવનની ગતિ 45-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
Published On - 4:33 pm, Sat, 24 May 25