AHMEDABAD : બી. જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા વ્હારે, ઓક્સિજન ટેન્ક માટે 1 કરોડનું દાન આપવાનો નિર્ણય

|

Aug 06, 2021 | 6:37 AM

1 હજાર લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન સપ્લાય થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવા 1 કરોડનું દાન આપવાનું વિદેશમાં રહેતા તબીબોએ નક્કી કર્યું છે.

AHMEDABAD : અમદાવાદની બી જે મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ કોરોનાકાળમાં મેડીકલ કોલેજ અને દર્દીઓની વ્હારે આવ્યાં છે. બી જે મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ઓક્સિજન ટેન્ક માટે એક કરોડનું દાન આપવાનું નક્કી કર્યું છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની ઘટ ન પડે તે માટે આ તબીબોએ સિવિલની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. 1 હજાર લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન સપ્લાય થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવા 1 કરોડનું દાન આપવાનું વિદેશમાં રહેતા તબીબોએ નક્કી કર્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : રેસીડેન્ડ ડોક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હજારો દર્દીઓ રસ્તે રઝળ્યા

આ પણ વાંચો : Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે

Next Video