Ahmedabad: મેટ્રો ટ્રેનની સુવિધામાં વધારો થશે, વર્ષના અંત સુધીમાં ઉમેરાશે નવા ત્રણ સ્ટેશન
અમદાવાદમાં મેટ્રો રેલની આવક માર્ચ મહિનામાં માં રૂ. 2.03 કરોડથી વધીને એપ્રિલમાં રૂ. 2.07 કરોડ થઈ છે. જીએમઆરસીના ડેટા મુજબ અમદાવાદમાં મુસાફરોની સંખ્યા 13.32 લાખથી વધીને 13.42 લાખ થઈ છે અને તે વધી રહી છે.

અમદાવાદ શહેરમાં હાલ સફળતાપૂર્વક સંચાલિત મેટ્રો ટ્રેન સેવાનો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસી વાસણાથી મોટેરા સુધી ચાલી રહેલી મેટ્રો ટ્રેન સેવા થલતેજ ગામ સુધી લંબાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષના અંત સુધીમાં શહેરમાં ત્રણ નવા સ્ટેશનો મેટ્રો નેટવર્કમાં ઉમેરવામાં આવે તેવી શકયતા છે. જેમાં ટ્રાફિકની દૃષ્ટિએ મહત્ત્વના કાંકરિયા અને સાબરમતી સ્ટેશનને પણ ઉમેરવામાં આવશે. જેમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ત્રણ નવા મેટ્રો સ્ટેશન- કાંકરિયા, થલતેજ ગામ અને સાબરમતીનું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હતું કે વર્ષ 2024 માં આવનારી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ કોર્પોરેશન આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કાર્યરત છે.
નવા ત્રણેય સ્ટેશન શરૂ થયા મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાનું અનુમાન છે.
જેમાં નવા ઉમેરવામાં આવી રહેલા બે સ્ટેશન કાંકરિયા અને સાબરમતી ટ્રાફિકની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. કાંકરિયા એક પ્રવાસન સ્થળ છે અને સાબરમતી સાબરમતી રેલ્વે સ્ટેશન અને અન્ય પરિવહન સેવાઓ સાથે જોડાયેલ છે. આ ઉપરાંત સાબરમતી નજીક જ અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન પણ આકાર પામી રહ્યું છે. જેના પગલે મેટ્રોને બુલેટ ટ્રેનની કનેકટીવીટી સાથે જોડવામાં આવશે. અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનમાં હાલ મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. તેમજ આ નવા ત્રણેય સ્ટેશન શરૂ થયા મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાનું અનુમાન છે.
2024 સુધીમાં GIFT સિટીના પ્રથમ મેટ્રો સ્ટેશન પર મેટ્રોની ટ્રાયલ રન પૂર્ણ કરવાનું લક્ષ્ય
આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટના બીજા તબક્કા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ ગિફ્ટ સિટીને ગાંધીનગરની બહારના વિસ્તાર સાથે જોડવાનો છે. આ ઉપરાંત GIFT કોમ્પ્લેક્સની અંદર અન્ય મેટ્રો સ્ટેશન વિકસાવવા પર પણ વિચાર કરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન વર્ષ 2024 સુધીમાં GIFT સિટીના પ્રથમ મેટ્રો સ્ટેશન પર મેટ્રોની ટ્રાયલ રન પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
અમદાવાદમાં મેટ્રો રેલની આવક માર્ચ મહિનામાં માં રૂ. 2.03 કરોડથી વધીને એપ્રિલમાં રૂ. 2.07 કરોડ થઈ છે. જીએમઆરસીના ડેટા મુજબ અમદાવાદમાં મુસાફરોની સંખ્યા 13.32 લાખથી વધીને 13.42 લાખ થઈ છે અને તે વધી રહી છે. જીએમઆરસીના સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર આ ત્રણેય સ્ટેશન કાર્યરત થઈ જશે તો મુસાફરોની સંખ્યા પણ વધુ વધારો થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…