Ahmedabad : સોશિયલ મીડિયાની મદદથી પ્રેમજાળમાં ફસાવી યુવતીઓને બ્લેકમેઇલ કરતાં યુવાનની ધરપકડ

અમદાવાદની એક યુવતી સોસીયલ મીડિયામાં બ્લેકમેઇલિંગનો ભોગ બની છે. જેમાં ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે બ્લેકમેઇલ કરતા યુવકની ધરપકડ કરી છે. જય મેવાડાએ યુવતીને એટલી હદે બ્લેકમેઇલ કરી કે યુવતી માનસિક આઘાતથી પીડાય છે.

Ahmedabad : સોશિયલ મીડિયાની મદદથી પ્રેમજાળમાં ફસાવી યુવતીઓને બ્લેકમેઇલ કરતાં યુવાનની ધરપકડ
Youth arrested for blackmailing women
| Edited By: | Updated on: Jan 31, 2022 | 10:14 PM

અમદાવાદની(Ahmedabad)  એક યુવતી સોશીયલ મીડિયામાં(Social Media)  બ્લેકમેઇલિંગનો ભોગ બની છે. જેમાં ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે(Cyber Crime)  બ્લેકમેઇલ કરતા યુવકની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા જય મેવાડાએ  યુવતીને એટલી હદે બ્લેકમેઇલ કરી કે યુવતી માનસિક આઘાતથી પીડાય છે. સોશીયલ મીડિયા પર મિત્રતા વધારવાની સજા મળી છે. જેમાં આ કેસની વિગત મુજબ નારણપુરામાં રહેતી યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં જય મેવાડા નામના યુવકના સંપર્ક માં આવી હતી. તેમજ જય મેવાડાએ યુવતીને વિશ્વાસમાં લઈને તેને પ્રેમજાળ માં ફસાવી હતી અને યુવતીના અશ્લીલ વીડિયો મેળવી લીધા હતા અને ત્યાર બાદ યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં યુવતીના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અન્ય યુવતીના અશ્લીલ વીડિયો માંગવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું.

આ બ્લેકમેઇલિંગ થી કંટાળીને યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપી જય મેવાડાની ધરપકડ કરી છે. જેમાં આરોપી જય મેવાડા ઉંઝાનો રહેવાસી છે. તેમજ યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર એન્જીનીયરનો અભ્યાસ કરે છે.. સોશીયલ મીડિયા પર યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસેથી અશ્લીલ વીડિયો મંગાવીને બ્લેકમેઇલ કરે છે. આ આરોપીએ 6 જેટલા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા છે .

આ આઈડી પર તે યુવતીઓનો સંપર્ક કરીને તેની સાથે મિત્રતા કરતો હતો અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતો હતો. સાયબર ક્રાઇમે આરોપી જય મેવાડા ની ધરપકડ કરીને તેનો મોબાઈલ FSLમાં મોકલીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આરોપી જય મેવાડાએ સોશિયલ મીડિયા પર કેટલી યુવતીઓના અશ્લીલ વીડિયો મેળવીને બ્લેકમેઇલ કરી રહ્યો છે તે મુદ્દે સાયબર ક્રાઇમે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો :  કિશન ભરવાડ હત્યા મુદ્દે હિન્દુ સંગઠનોને કાર્યક્રમ ન યોજવા વિશ્વ હિન્દુ પરિષદની અપીલ

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, મૃત્યુઆંકમાં વધારો, નવા 6679 કેસ 35 લોકોના મૃત્યુ

Published On - 10:12 pm, Mon, 31 January 22