અમદાવાદના નરોડામાં કથિત રીતે મંગેતરના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી

પૈસાની સતત ડિમાન્ડ કરીને માનસિક ત્રાસ આપતી મંગેતર વંદના ઉર્ફે વર્ષાની ઓડીયો કલીપ પણ સામે આવી છે..જેમા તે લખનને પૈસાની માગંણી કરી રહી છે.. વર્ષાને જોબ માટે કેનેડા જવુ હતુ.. પરંતુ તેની માટે પૈસાની જરૂર હતી.

અમદાવાદના નરોડામાં કથિત રીતે મંગેતરના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી
Ahmedabad Naroda Police Station (File Image)
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:34 PM

અમદાવાદના(Ahmedabad)  નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના(Fiance)  ત્રાસથી  આપઘાત(Suiside)  કર્યો હોવાનો આક્ષેપ  પરિવારજનોએ કર્યો છે. જેમાં  પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પરિવારના આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે. જેમાં મંગેતરની જીદ અને લાલચથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નરોડા વિસ્તારની જયા લખન મંખીજા નામના યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. જેમાં ઘટના મુજબ 8 માસ પહેલા લખન મંખીજા અને વંદના ઉર્ફે વર્ષા જેસવાન વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આ પ્રેમ સંબંધ બાદ બન્ને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પરિવારે પણ સંમતી આપી હતી

લખને પોતાના ઘરમા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

પરંતુ મંગેતર વર્ષાએ સગાઈ બાદ કિમતી ગીફટ અને પૈસાની ડિમાન્ડ શરૂ કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો.જેનાથી કંટાળીને લખને પોતાના ઘરમા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. યુવાન દિકરાને ગુમાવનાર પરિવાર આઘાતમા છે અને દીકરાને ન્યાય મળે તેવી માંગ કરી રહયો છે.

એક કરોડ રૂપિયા કયાથી લાવવા તે બાબતે લખન અને વર્ષા વચ્ચે તકરાર

પૈસાની સતત ડિમાન્ડ કરીને માનસિક ત્રાસ આપતી મંગેતર વંદના ઉર્ફે વર્ષાની ઓડીયો કલીપ પણ સામે આવી છે..જેમા તે લખનને પૈસાની માગંણી કરી રહી છે.. વર્ષાને જોબ માટે કેનેડા જવુ હતુ.. પરંતુ તેની માટે પૈસાની જરૂર હતી.. જે પૈસાની માંગણી તે લખન પાસે કરતી હતી.. ફલેટ વેચી દેવા અને માતા-પિતા પાસેથી પૈસાની માગંણી કરે તેવુ દબાણ કરી રહી હતી. એક કરોડ રૂપિયા કયાથી લાવવા તે બાબતે લખન અને વર્ષા વચ્ચે તકરાર ચાલતી હતી.

નરોડા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

બે દિવસ પહેલા જ આ યુગલ સોમનાથ દર્શન કરીને આવ્યુ અને લગ્નની તૈયારીઓ કરવાનુ હતુ. પરંતુ મંગેતરની લાલચ નહિ સંતોષાતા તેણે સંબંધ તોડવાની વાત કરી અને જેનાથી લાગી આવતા લખને આપઘાત કરી લીધો. હદ તો તે થઈ કે 8 મહિનાના સંબંધમા વર્ષાએ આઈફોન મોબાઈલ, મિત્રો સાથે લદાખની ટ્રીપ અને કિંમતી વસ્ત્રોની સતત ડિમાન્ડ કરતી હતી. આ આક્ષેપોની વચ્ચે નરોડા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

મોબાઈલ  એફએસએલમા મોકલાયો

મૃતક લખન અને વર્ષા વચ્ચેની વાતચીત અને વોટસએપ ચેટ મળી આવ્યા છે.. જેમા વર્ષા લખને હડધૂત કરતી દેખાય છે. મંગેતરના માનસિક ત્રાસથી કંટાળીને 30 વર્ષના લખને મોતનો વ્હાલુ કર્યુ હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે.. ત્યારે નરોડા પોલીસે લખનનો મોબાઈલ  એફએસએલમા મોકલીને આપઘાતને લઈને પરિવારના નિવેદન મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Rajkot : જમીન મુદ્દે આત્મહત્યાના પ્રયાસ કેસમાં નવો ખુલાસો, બિલ્ડરે કર્યો આ આક્ષેપ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 367 કેસ નોંધાયા, ચાર લોકોના મૃત્યુ

 

Published On - 11:26 pm, Tue, 22 February 22