Ahmedabad : સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક ઓલમ્પિયાડનું આયોજન કરાયું

|

Apr 30, 2022 | 4:57 PM

સાયન્સ સિટીએ(Science City) દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નુ સ્વપ્ન અને વિઝન છે.. આગામી પાંચ વર્ષમાં આ સેન્ટરને દુનિયાનું સૌથી મોટું સાયન્સ સેન્ટર બનાવવા માટે 2000 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવશે.

Ahmedabad : સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક ઓલમ્પિયાડનું આયોજન કરાયું
Ahmedabad Science City Robotics Exhibition

Follow us on

અમદાવાદ(Ahmedabad) સાયન્સ સિટી(Science City)ખાતે વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક ઓલમ્પિયાડનું(Robotic Olympiad)આયોજન કરવામાં આવ્યું. આ એક્ઝિબિશનમાં ભારતભરની 80 જેટલી ટીમોએ ભાગ લીધો. જેમાં નાના કદથી લઈને આકાશમાં હવા સાથે વાત કરતા એસેમ્બલ એરોપ્લેન આ ઓલમ્પિયાડમાં જોવા મળ્યા. વૈશ્વિક સ્તરે સ્ટેમ અને રોબોટિકસ ક્ષેત્રમાં બાળકોને ટેકનોલોજીનો ખ્યાલ આવે એ હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. ભારત ભરમાંથી 80 ટીમો છે જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમના દ્વારા બનાવવામાં આવેલા રોબોટ અને સ્ટેમ ટેક્નોલોજીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં મણિનગરમાં રહેતા ડિપ્લોમા એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ થરમોકોલ તેમજ ટેકનોલોજીની મદદથી ઉડતું હુબહુ પ્લેન બનાવ્યું છે. ખરેખર જ્યાં ચાહ ત્યાં રાહ જરૂર હોય છે. કલ્પના શક્તિથી વિકસાવેલી  વસ્તુઓને પ્રદર્શનમાં પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનમાં પોતાની મહેનતને સિદ્ધ  કરી છે.

રોબોટિક અને સ્ટેમ સંબંધિત શિક્ષણની લોકપ્રિયતા વધારવાનો  હેતુ

જ્યારે રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ આશિષ નેહરાએ પણ આ એક્ઝિબિશનમાં હાજરી આપી હતી. તેમજ ચીરિપાલ ગ્રુપ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના ભાગરૂપે આ એક્ઝિબિશનને સ્પોન્સર કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ કહ્યું કે આ પ્લેટફોર્મ થકી રોબોટિક અને સ્ટેમ સંબંધિત શિક્ષણની લોકપ્રિયતા વધારવાનો  હેતુ છે.

રાજ્યના મોટા શહેરોમાં આઠ નવા પ્રાદેશિક સાયન્સ સેન્ટર બનશે

સાયન્સ સિટીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નુ સ્વપ્ન અને વિઝન છે..આગામી પાંચ વર્ષમાં આ સેન્ટરને દુનિયાનું સૌથી મોટું સાયન્સ સેન્ટર બનાવવા માટે 2000 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં અલગ-અલગ મોટા શહેરોમાં આઠ નવા પ્રાદેશિક સાયન્સ સેન્ટર બનશે.જેના ભાગરૂપે આ જ પ્રકારના પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : અમદાવાદ : પરશુરામ જયંતિ અને રમઝાન ઇદ બે વર્ષ બાદ સાથે ઉજવાશે, બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

આ પણ વાંચો : Haridham Sokhada: 17 જાન્યુઆરીનો મહિલા હરિભક્તોનો વીડિયો વાઇરલ, હજુ એક વીકેટ પડવાનો અને ગુણાતીતને મારી નાખવાનો ઉલ્લેખ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 4:54 pm, Sat, 30 April 22

Next Article