Ahmedabad : મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે 18 ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરશે

|

Oct 01, 2022 | 9:57 PM

પશ્ચિમ રેલવેએ(Western Railway)  યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ(Ahmedabad)  ડિવિઝન પરથી દોડતી/પસાર થતી 18 ટ્રેનોમાં કામચલાઉ ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad : મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે 18 ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરશે
Indian Railways

Follow us on

પશ્ચિમ રેલવેએ(Western Railway)  યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ(Ahmedabad)  ડિવિઝન પરથી દોડતી/પસાર થતી 18 ટ્રેનોમાં કામચલાઉ ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

18 ટ્રેનોમાં કામચલાઉ ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય

    1. ટ્રેન નંબર 14804 સાબરમતી – જેસલમેર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    2. ટ્રેન નંબર 14803 જેસલમેર – સાબરમતી એક્સપ્રેસમાં તા.02.10.2022 થી 01.12.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    3. ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    4. ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.10.2022 થી 02.12.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    5. જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
      Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
      શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
      નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
      ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
      આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    6. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 03.10.2022 થી 02.12.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    7. ટ્રેન નંબર 12480 બાંદ્રા-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 04.10.2022 થી 03.12.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    8. ટ્રેન નંબર 12990 અજમેર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 02.10.2022 થી 30.11.2022 સુધી 3-ટાયર ઇકોનોમી ક્લાસનો એક કોચ ઉમેરવામાં આવશે.
    9. ટ્રેન નંબર 12989 દાદર – અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.10.2022 થી 01.12.2022 સુધી એક 3-ટાયર ઇકોનોમી ક્લાસનો વધારાનો એક કોચ ઉમેરવામાં આવશે.
    10. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.03.10.2022 થી 28.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    11. ટ્રેન નંબર 20484 દાદર – ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.04.10.2022 થી 29.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ ઉમેરવામાં આવશે.
    12. ટ્રેન નંબર 14707 બિકાનેર – દાદર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના ચાર કોચ વધારાના ઉમેરવામાં આવશે.
    13. ટ્રેન નંબર 14708 દાદર – બિકાનેર એક્સપ્રેસમાં 02.10.2022 થી 01.12.2022 સુધી એક 3-ટાયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ સાથે ઉમેરવામાં આવશે.
    14. ટ્રેન નંબર 22473 બિકાનેર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.03.10.2022 થી 28.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
    15. ટ્રેન નંબર 22474 બાંદ્રા – બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.04.10.2022 થી 29.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
    16. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર – બાંદ્રા એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
    17. ટ્રેન નંબર 14702 બાંદ્રા – શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં તા. 03.10.2022 થી 02.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે
    18. ટ્રેન નંબર 22475 હિસાર – કોઈમ્બતુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 05.10.2022 થી 30.11.2022 સુધી 2-ટાયર એસી ક્લાસનો એક વધારાનો કોચ સાથે ઉમેરવામાં આવશે.
    19. a ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર – હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 08.10.2022 થી 03.12.2022 સુધી 2-ટાયર એસી ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
  •  ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Published On - 9:40 pm, Sat, 1 October 22

Next Article