
હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ હોવાથી મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી વેકેશન દરમિયાન થતા ધસારાને દૂર કરવા તાંબરમ અને જોધપુર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.
આ ઉનાળાની ઋતુમાં ભારતીય રેલ્વે રેલ પ્રવાસીઓની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને તેમના નક્કી કરેલા સ્થાનો પર લઈ જવા માટે આ વર્ષે 380 વિશેષ ટ્રેનોની 6369 ટ્રીપ કરશે. ભારતીય રેલ્વે આ વર્ષે 2022 (348 ટ્રેનોની 4599 ટ્રીપ્સ)માં દોડાવવામાં આવેલી કુલ સમર સ્પેશિયલ ટ્રેનો કરતાં વધુ 1770 ટ્રિપ્સ ચલાવશે. ગયા ઉનાળામાં જ્યાં પ્રતિ સ્પેશિયલ ટ્રેન સરેરાશ 13.2 ટ્રિપ્સ કરવામાં આવતી હતી, આ વર્ષે સ્પેશિયલ ટ્રેન દીઠ 16.8 ટ્રિપ્સ કરવામાં આવશે.
આ વિશેષ ટ્રેનો પટના-સિકંદરાબાદ, પટના-યસવંતપુર, બરૌની -મુઝફ્ફરપુર, દિલ્હી-પટના, નવી દિલ્હી-કટરા, ચંદીગઢ-ગોરખપુર, આનંદ વિહાર-પટના, વિસાપટનમ -પુરી-હાવડા, મુંબઈ-પટના, મુંબઈ- ગોરખપુર જેવા મુખ્ય સ્થળોને જોડે છે.
આ પણ વાંચો :Surat: હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પણ પ્રગતિમાં, કેવી હશે સુવિધા, જાણો
કુલ મળીને, 380 વિશેષ ટ્રેનો જે 6369 ટ્રીપ કરશે તેમાં 25,794 જનરલ કોચ અને 55,243 સ્લીપર કોચ હશે. જ્યારે સામાન્ય વર્ગના કોચમાં 100 મુસાફરોની બેઠક ક્ષમતા હશે, જ્યારે સ્લીપર કોચમાં ICFમાં 72 મુસાફરો અને LHBમાં 78 મુસાફરોની ક્ષમતા હશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો