AHMEDABAD : વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો, ખેડૂતોમાં આનંદ

|

Sep 20, 2021 | 10:48 PM

હાલના દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્પ એવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે.

AHMEDABAD : રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. તો સાથે જ હવામાન વિભાગે અગામી ચાર દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હાલના દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્પ એવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે.

આજે 20 સપ્ટેમ્બરે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો, તો સાથે જ જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમા પણ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના પગલે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

વિરમગામમાં ગઈકાલે 19 સપ્ટેમ્બરે પણ વરસાદ પડ્યો હતો. ગઈકાલે પણ વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો હતો અને સાથે જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ થવાની શકયતા છે. આ સાથે જ હવામાન વિભાગે બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Next Video