અમદાવાદમાં આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, હવે હોસ્પિટલમાં સારવાર પૂર્વે આપવી પડશે આ માહિતી

|

Oct 19, 2021 | 10:00 PM

હોસ્પિટલમાં કેસ પેપર પર વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અને તેની તારીખો લખવાની ફરજીયાત રહેશે. તેમજ જો વેક્સિન ન લીધી હોય તેવા કિસ્સામાં સારવાર પહેલા જ તાત્કાલિક વેક્સિનેશન લેવા માટે સુચના આપવામાં આવશે.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં આરોગ્ય વિભાગે(Health Department)મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે હોસ્પિટલમાં સારવાર માટે  આવતા  તમામ દર્દીઓના કેસ પર વેક્સિનના(Vaccine) બંને  ડોઝની માહિતી લખવી ફરજીયાત કરવામાં આવી છે. જેમાં હવે OPDઅને IPD બંને કેસ ઉપર વેક્સિનેશનની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

જેના પગલે હવે વેક્સિનની વિગત લખવા સ્ટેમ્પ બનાવવા આદેશ આપવામાં આવ્યો છે. તેમજ કેસ પેપર પર વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અને તેની તારીખો લખવાની ફરજીયાત રહેશે. તેમજ જો વેક્સિન ન લીધી હોય તેવા કિસ્સામાં સારવાર પહેલા જ તાત્કાલિક વેક્સિનેશન લેવા માટે સુચના આપવામાં આવશે.

જો કે બીજી તરફ એક તરફ મેટ્રો સિટી અમદાવાદમાં રસીકરણ પ્રત્યે નાગરિકોમાં નિરસતા જોવા મળી રહી છે.અમદાવાદમાં અત્યાર સુધી માત્ર 52.17 ટકા લોકોએ જ રસીનો બીજો ડોઝ લીધો છે..જ્યારે 48 ટકા નાગરિકોને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે.

ઉલ્લેખનિય છે કે નાગરિકો વધુમાં વધુ રસી મુકાવે તે માટે AMCએ લકી ડ્રો દ્વારા મોબાઇલની યોજના અને સ્લમ વિસ્તારમાં રસી લેનારને એક લીટર ખાદ્યતેલ ફ્રીની યોજના અમલી કરી હતી.જોકે આ તમામ યોજનાઓ નિષ્ફળ ગઇ અને લોકોએ રસીકરણ અંગે નિરૂત્સાહ દર્શાવ્યો છે. જોકે અધિકારીઓનો ઉત્સાહ અકબંધ છે.

મહત્વનું છે કે હાલ અમદાવાદમાં 2 લાખથી વધુ નાગરિકો એવા છે જેમણે રસીનો બીજો ડોઝ નથી મુકાવ્યો.ત્યારે નાગરિકો પોતાની જવાબદારી સમજે અને ઝડપથી રસીકરણ કરાવે તે જરૂરી છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં એસ.ટી. બસના કર્મચારીઓ બુધવાર મધરાતથી હડતાળ પર જવાની તૈયારીમાં

આ પણ વાંચો :સુરતમાં 90 લાખની ચોરીના કેસમાં બે શખ્સ ઝડપાયા, પોલીસે મહદઅંશે રોકડ કબજે કરી 

Published On - 9:55 pm, Tue, 19 October 21

Next Video