Ahmedabad: ઉદગમ સ્કૂલે પ્રિ-મોન્સૂન ક્લીન-અપ ડ્રાઈવ શરૂ કરી, પ્લાસ્ટિકનો કચરો હટાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સાથ માગ્યો

|

Jun 15, 2022 | 12:32 PM

પ્લાસ્ટિકના કચરાનો અયોગ્ય રીતે નિકાલ ન કરવાને કારણે અમદાવાદમાં (Ahmedabad) અનેક જગ્યાએ ચોમાસામાં (Monsoon) ઘૂંટણસમા પાણી ભરાય છે.

Ahmedabad: ઉદગમ સ્કૂલે પ્રિ-મોન્સૂન ક્લીન-અપ ડ્રાઈવ શરૂ કરી, પ્લાસ્ટિકનો કચરો હટાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સાથ માગ્યો
Udgam school (file Image)

Follow us on

ગુજરાતમાં ચોમાસાનો (Monsoon)  વરસાદ શરુ થઇ ગયો છે. એક દિવસ પહેલા અમદાવાદના (Ahmedabad) કેટલાક વિસ્તારમાં પણ વરસાદ (Rain) ખાબક્યો હતો. ત્યારે હવે વરસાદી પાણીમાં શહેરમાં પ્લાસ્ટિકની કોથળીઓ સહિતની વસ્તુઓ વહી આવતા કચરો થવાની શક્યતા છે. ત્યારે આ અભિયાન 12 જૂન, 2022થી શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ઠેરઠેર પાણી ભરાતું અટકાવવા પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા આ સફાઈ અભિયાનમાં ભાગ લેવા સ્કૂલે વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે.

ઉદગમ સ્કૂલની અનોખી પહેલ

પ્લાસ્ટિકના કચરાનો અયોગ્ય રીતે નિકાલ ન કરવાને કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ ચોમાસામાં ઘૂંટણસમા પાણી ભરાય છે. કરિયાણા અને ટેકવે ફૂડ સ્ટોલમાંથી પ્લાસ્ટિક પેકેજિંગ કચરાને બદલે આપણી ડ્રેનેજ સિસ્ટમમાં ઠલવાય છે. તાજેતરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે શહેરના નાળામાં મોટાભાગનો કચરો પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓ છે. પ્લાસ્ટિક બિન-નાશવંત હોવાથી, તે દાયકાઓ કે વર્ષો પછી પણ એક જ સ્થિતિમાં રહે છે.જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાના લીધે શહેરમાં મચ્છર-જન્ય રોગો, ઉબડખાબડ રસ્તા અને અકસ્માતો જેવી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.

વાલીઓને કરી વિનંતી

ત્યારે ઉદગમ સ્કુલે વાલીઓને વિનંતી કરી હતી કે, તેઓ તેમના આસપાસનો કોઈ વિસ્તાર નક્કી કરે અને સપ્તાહના અંતે તેમના બાળકને પ્લાસ્ટિકની થેલીઓ, વપરાયેલ ચિપ્સના પેકેટ અને પ્લાસ્ટિકની બોટલો લેવા સાથે લઈ જાય. શાળાએ ભલામણ કરી હતી કે આદર્શ રીતે વિદ્યાર્થીઓએ કચરો ઉપાડવા માટે હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરવો. વાલીઓને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ (ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર) પર ચિત્રો પોસ્ટ કરવા અને #monsooncleanupdrive #stopwaterlogging #removeplastic હેસ ટેગ્સનો ઉપયોગ કરીને તેમની શાળાને ટેગ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી બીજા લોકો પણ પ્રેરણા મેળવી શકશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અંગે ઉદગમ ગ્રૂપ ઓફ સ્કૂલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, “જો આપણે આપણી આસપાસના વિસ્તારો અને જાહેર જગ્યાઓને સાફ કરીએ તો આપણે આ ચોમાસામાં ફરક લાવી શકીશું અને શહેરમાં પાણી ભરાતું અટકાવી શકીશું. આ કામો નાના હોવા છતાં, તે પર્યાવરણમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને સાથે મળીને કામ કરવાની શક્તિ દર્શાવે છે. આપણું શહેર પ્લાસ્ટિકના કચરા અને પાણી ભરાવાથી મુક્ત થાય તે માટે અમે વાલીઓને આગળ આવવા વિનંતી કરીએ છીએ.”

પર્યાવરણ જાગૃતિ વધારવા માટે ક્લીન અપ ડ્રાઇવ વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે. જો બાળકોને સફાઈ અભિયાનમાં જોડવામાં આવે તો તેઓ શહેરને સ્વચ્છ રાખવા માટે જાગૃતતા ફેલાશે. નિયમિત સફાઈ અભિયાન લાંબા ગાળે જાહેર સ્થળોને કચરો મુક્ત રાખવા માટે સાબિત થયું છે. મહત્વનું છે કે આ અભિયાન 12 જૂન, 2022થી શરૂ કરવામાં આવ્યું છે અને 26 જૂન, 2022ના રોજ પૂરું થશે. વાલીઓ આ સફાઈ અભિયાનની તસવીરો અપલોડ કરીને આકર્ષક ઈનામો જીતી શકશે.

Next Article